- કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ
- 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કેસ
- 31 દર્દીઓના કોરોનાથી મોત
દિલ્હી:ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં ઉતાર-ચઢાવનો સમય શરુ છે.રવિવારે, દેશભરમાંથી કોરોનાવાયરસના 16,103 નવા કેસ નોંધાયા હતા.જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 31 દર્દીઓના મોત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,ભારતમાં કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા 1.11 લાખને વટાવી ગઈ છે.
માહિતી અનુસાર, દેશમાં 31 દર્દીઓના મોત બાદ કોવિડથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,25,199 થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે,છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 13,929 લોકો વાયરસથી સ્વસ્થ થયા છે.સાજા થનારા દર્દીઓની નવી સંખ્યા બાદ ભારતમાં સાજા થનારા લોકોની સંખ્યા 42,86,5,519ને વટાવી ગઈ છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 13,929 લોકો વાયરસથી સ્વસ્થ થયા છે.સાજા થનારા દર્દીઓની નવી સંખ્યા બાદ ભારતમાં સાજા થનારા લોકોની સંખ્યા 42,86,5,519ને વટાવી ગઈ છે.દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 1,11,711 છે, જે કુલ કેસના 0.26 ટકા છે. મંત્રાલયે કહ્યું કે ભારતમાં દૈનિક સકારાત્મકતા દર 4.27 ટકા છે. જ્યારે પોઝીટીવીટી રેટ 3.81 ટકા છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.54 ટકા છે.દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું કે શનિવારે ભારતમાં કોવિડ-19 વાયરસના કુલ 3,76,720 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.દેશમાં અત્યાર સુધીમાં પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા હવે 86.36 કરોડ પર પહોંચી ગઈ છે.