દેશમાં 24 કલાકમાં કોરોનાના 16,700 થી વધુ કેસ નોંધાયા , માત્ર 2 જ દિવસમાં સંક્રમિતોની સંખ્યા બમણી
- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16 હજાર 764 નવા કેસો
- માત્ર 2 દિવસમાં સંક્રમિતોની સંખ્યા બમણી થઈ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે, ઓમિક્રોનના કેસ 1 હજારનો આંકડો વટાવી ચૂક્યા છે ત્યારે દૈનિક નોંધાતા કોરોનાના કેસોની સંખ્યા માત્ર બે જ દિવસમાં બમણી થઈ ગઈ છે, જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો 16 હજાર 764 નવા કેસ આવ્યા છે જે બે દિવસની સરખામણીમાં 7 હજાર વધુ છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 16,746 નવા કેસ નોંધાયા છે. આ કેસ વિતેલા દિવસ ગુરુવારની સરખામણી કરતાં ત્રણ હજાર વધુ કેસ છે. તે જ સમયે, બુધવારે ચાર હજારથી વધુ સંક્રમિતો વધ્યા હતા. હવે દેશમાં કોરોનાના સ્ક્રિય કેસો એક લાખ થવા આવ્યા છે.જેની સંખ્યા હાલ 91 હજાર 361 છે.
ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણથી ફરી એકવખત કોરોનાનું જોખમ વધી રહ્યું છે, દેશમાં સક્રિય કોરોના સંક્રમિતોની સંખ્યા વધી ચૂકી છે, તો બીજી તરફ ઓમિક્રોનથી લોકો પણ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં લગ્ન સમારોહમાં ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે માત્ર 50 લોકો જ હાજર રહી શકશે.તો બીજી તરફ રાજધાનીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાતા અહી અનેક પ્રતિબંધો લાગૂ કરી દેવાયા છે.તો દેશના અન્ય રાજ્યોમાં પણ રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.
જો સક્રિય કેસ કુલ કેસની સંખ્યા કરતા 1 ટકા ઓછા છે, હાલમાં તે 0.22 ટકા જોઈ શકાય છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા કહી શકાય છે,આ સાથે જ દેશમાં કોરોનામાંથી સાજા થવાનો દર હાલમાં 98.40 ટકા જોઈ શકાય છે.જે માર્ચ 2020થી સૌથી વધુ કહી શકાય છે.છેલ્લા 24 કલાકમાં 6 હજાર 450 દર્દીઓ સાજા થયા હતા,આ સાથે જ સાજા થનારાની કુલ સંખ્યા વધીને હવે 3,42,43,945 પર પહોંચી છે.આ સાથે જ દેશનો સાપ્તાહિક સકારાત્મકદા દર છેલ્લા 44 દિવસથી 1 ટકા કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.64 ટકા જોવા મળે છે