દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો – 24 કલાકમાં નોંધાયા 17 હજારથી પણ વધુ કેસો, સક્રિય કેસો 85 હજારથી પણ વધુ
- કોરોનાના કેસમાં ઉછાળો
- ફરી કોરોનાના કેસ 17 હજારને પાર
દિલ્હીઃ– દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. દેશમાં વધઘટ સાથે ફરી કોરોનાના કેસો 17 હજારનો આકંડો પાર કરી લીધો છે,કોરોના જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો .દેશભરમાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના 17 હજાર 336 નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ સમાનગાળા દરમિયાન કોરોનાના 13 દર્દીઓના મોત થયા છે.આ સાથે જ હવે કોવિડથી મૃત્યુ દર પણ હવે વધીને 1.21 ટકા થઈ ગયો છે. તે જ સમયે, દેશમાં સક્રિય કેસો સતત વધતા જ જઈ રહ્યા છે હાલ દેશમાં 86 હજાર 822 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
જો દેશમાં હાલમાં રિકવરી રેટ 98.59 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 13,029 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 27 લાખ, 49 હજાર, 056 લોકોએ આ મહામારીને માત આપી છે.
એક દિવસ પહેલા દેશમાં 13 હજાર 195 નવા કેસ નોંધાયા હતા જ્યારે 38 દર્દીઓના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આ 30.2 ટકાનો આજના કેસમાં ઉછાળો આવ્યો છેએક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બીજી વખત કોરોનાનું સંક્રમણ બીજી વખત લાગે તો નાના લક્ષણો પણ ખતરનાક બની શકે છે.