દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 18 હજારથી વધુ કેસ નોંધાયા- એક્ટિવ કેસો 1 લાખ 20 હજારને પાર
- કોરોનાના કેસમાં ઉછાળો
- દેશભરમાં 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા
- એક્ટિવ કેસો 1 લાખ 20 હજારને પાર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની બે લહેર બાદ ગતિ ધીમી પડેલી જોવા મળી હતી જો કે ઘીમે ઘીમે કોરોના ફરી રફ્તાર પકડી રહ્યો છે,દેનિક કેસો હવે 15 હજારને પાર આવતા જોવા મળી રહ્યા છે, જો કે રસીકરણના કારણે મૃત્યુંઆંક ઘટ્યો છે .
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 18 હજાર 815 જેટલા નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા આ સાથે જ કોરોનાના કારણે 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
દેશમાં સક્રિય કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1 લાખ 20 હજાર 991 થઈ ગઈ છે. બુધવારની સરખામણીમાં ગુરુવારે નવા કેસોમાં 10 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, કેરળમાં નવા કેસોમાં 11 ટકા નો ઘટાડો થયો હોવા છતાં, તેણે દેશમાં સૌથી વધુ મૃત્યુ નોંધ્યા છે. નવા સંક્રમિતોની બાબતમાં કેરળ પણ નંબર વન પર છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,899 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે જો દેશમાં સાજાથનારા દરની વાત કરીએ તો હાલ રિકવરી રેટ 98.52 ટકા છે. દૈનિક હકારાત્મકતા દર 4.32 ટકા જોવા મળી રહ્યો છે.