અમદાવાદઃ સ્લમ વિસ્તારમાં 18749 વ્યક્તિઓને રસી આપીને પ્રથમ દિવસે ખાદ્યતેલના પાઉચનું કરાયું વિતરણ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને અટકાવવા માટે એક માત્ર હથિયાર રસી હોવાથી સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ કોર્પોરેશન દ્વારા લોકોને કોરોનાની રસી મળી રહે તે દિશામાં કામગીરી શરૂ છે. તેમજ સ્લમ વિસ્તારમાં કોરોના રસી આપવાની સાથે ખાદ્યતેજ તથા અન્ય ઈનામ આપવાની શરૂઆત કરાઈ છે. દરમિયાન પ્રથમ દિવસે સ્લમ વિસ્તારમાં 18,749 લોકોને પ્રોત્સાન રૂપે એક લીટર ખાદ્યતેલ આપવામાં આવ્યું હતું.
અમદાવાદમાં શ્રમિકો રસી લેવા માટે આગળ આવે તે માટે એક સ્વૈસ્છીક સંસ્થા મલીને સ્લમ વિસ્તારમાં રસી લેનારને એક લીટર ખાદ્યતેવ આપવાની યોજનાની સાથે બે લક્કી વિનરને મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરી હતી. શહેરના સ્લમ વિસ્તારમાં રસીકરણ વધારવાના આશયે NGOના સહયોગથી રસી લેનારા 18,749 લોકોને પ્રોત્સાહન રૂપે એક લીટર ખાદ્ય તેલના પાઉચનું વિતરણ કરાયું હતું.
જ્યારે મ્યુનિ.ના રસીકરણ સેન્ટરમાં રસી લેનારા તમામ લાભાર્થીઓ પૈકી લકી ડ્રો દ્વારા પસંદગી પામનારા 25 નાગરિકોને પણ પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે રૂ.10 હજાર સુધીની કિંમતનો વ્યક્તિ દીઠ મોબાઇલ આપવાની જાહેરાતના પગલે પ્રથમ દિવસે જ શહેરમાં કુલ 38,975 લોકોએ રસી લીધી હતી. બીજી તરફ શહેરના 50 વર્ષથી વધુ વયના નાગરિકો અથવા 18 વર્ષથી વધુ વયના દિવ્યાંગોને કોવિડ વેક્સિનેશન ઘર સેવા યોજના અતંર્ગત ઘરે જઇને રસી આપવાનું આયોજન કરાયું છે. જેમાં રવિવારે શહેરના 783૩ નાગરિકોને ઘરે જઇને રસી અપાઇ હતી. આ યોજના હેઠળ અત્યારસુધી શહેરમાં 1262 લોકોને રસી આપવામાં આવી છે.