અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા એક વર્ષમાં કુલ 46 લાખ યાત્રીઓની લગેજ બેગ ચેક કરવામાં આવી હતી. જેમાં 80 હજાર બેગને ફિઝિકલી ચેક કરવામાં આવી હતી. જેમાંથી હવાઈ યાત્રા દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી. આ પ્રતિબંધિત વસ્તુઓમાં સૌથી વધુ પાવર બેંક છે, જેનો આંકડો 18,146 જેટલો થાય છે. હવાઇ યાત્રા દરમિયાન બેટરી, પાવર બેંક, ઈ સિગારેટ, ટોપરું વગેરે પ્લેનમાં પ્રતિબંધિત વસ્તુઓ હોવા છતાંયે ઘણા પ્રવાસીઓ પોતાની હેન્ડબેગમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવતા હોય છે. પ્રવાસીઓની બેગની ફિઝિકલ તપાસ પેસેન્જરની હાજરીમાં કરવામાં આવે છે. જેના કારણે મોડું પણ થયા છે અને પેસેન્જર સાથે રકઝક થવાને લઇને પ્લેન મોડું ઉપડવાની અને ચૂકી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે કેટલાક નિયમો બનાવેલા છે. જેમાં પ્રવાસીઓ પોતાના લગેજમાં બેટરી, પાવર બેંક, ઈ સિગારેટ, ટોપરું વગેરે સાથે લઈ જઈ શકતા નથી. તમામ પ્રવાસીઓના લગેજનું સ્કેનર દ્વારા તપાસ કરવામાં આવે છે. અને પ્રવાસીના લગેજમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો પ્રવાસીની હાજરીમાં લગેજનું ફિઝીકલ ચેકિંગ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં કુલ 46 લાખ યાત્રીઓની લગેજ બેગ ચેક કરવામાં આવી હતી. જેમાં 80 હજાર બેગને ફિઝિકલી ચેક કરવામાં આવી હતી. જેમાંથી હવાઈ યાત્રા દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી. આ પ્રતિબંધિત વસ્તુઓમાં સૌથી વધુ પાવર બેંક છે, જેનો આંકડો 18,146 જેટલો થાય છે.
અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર એવિએશન સિક્યુરિટી કલ્ચર વિકના કાર્યક્રમ અંતર્ગત એરપોર્ટ ઉપર યાત્રીઓની સુરક્ષાને લગતી ક્વીઝનું પણ આયોજન કરાયું હતું. ઉપરાંત એરપોર્ટની અંદર અને બહારના કર્મચારીઓને પેસેન્જર સુરક્ષાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એક વોકેથોન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર CISF દ્વારા બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝેબલ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.