- કોરોનાવાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ
- લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે વેક્સિન
- અત્યાર સુધી 19.32 કરોડ લોકોને મળી વેક્સિન
દિલ્લી: દેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે દેશમાં વેક્સિનેશન પોગ્રામને લઈને જાણકારી આપવામાં આવી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, દેશમાં વેક્સિનેશન પોગ્રામના 126માં દિવસે 13 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 19.32 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તે પણ જણાવવામાં આવ્યું કે 18-44 વચ્ચેની ઉંમરના 6.63 લાખથી વધારે લોકોને શુક્રવારે વેક્સિન આપવામાં આવી છે.
જો વાત કરવામાં આવે દેશમાં તમામ વયસ્ક લોકોને વેક્સિન આપવાની તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે વર્ષ 2021ના અંત સુધીમાં તમામ લોકોને વેક્સિન મળી જાય તેવો પુરો પ્રયાસ કરવામાં આવશે. નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કોરોનાને લઈને થયેલી મિટીંગમાં કહેવામાં આવ્યું કે, ભારત સરકાર જૂલાઈ સુધીમાં 51 કરોડ ડોઝની ખરીદી કરશે અને વર્ષના અંત સુધીમાં 216 કરોડ ડોઝની ખરીદી કરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ત્રીજી લહેરને લઈને પણ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે અને કહ્યું કે ત્રીજી લહેર એ બાળકો માટે વધારે ઘાતક સાબિત થઈ શકે તેમ છે. સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે અને કેટલાક રાજ્યોમાં આંશિક છૂટ પણ મળી છે પણ લોકોએ સતર્કતા દર્શાવવાનું બંધ કરવુ જોઈએ નહીં.