- દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત
- કોરોનાને લીધે દુનિયાભરમાં 20 લાખ લોકોના મોત
- ઘણા દેશોમાં વેક્સીનેશન અભિયાન શરૂ
દિલ્લી: દુનિયાભરના ઘણા દેશોમાં કોરોનાવાયરસ સામે વેક્સીનેશન અભિયાન શરૂ થયું છે. તેમ છતાં ઘણા દેશો હજી પણ આ વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. માહિતી મુજબ, દુનિયાભરમાં સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ 20 લાખ સુધી પહોંચી ગઈ છે. ઘણા સમૃદ્ધ દેશો આ બીમારીનો સામનો કરવા માટે તેમના નાગરિકોને વેક્સીન લગાવી રહ્યા છે,પરંતુ હજી પણ ઘણા ગરીબ અને વિકાસશીલ દેશોની પહોંચ હજી પણ વેક્સીનથી દૂર છે.
કોરોના વાયરસ ડિસેમ્બર 2019માં પહેલીવાર ચીનના વુહાન શહેરમાં દેખાયો હતો. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા સંગ્રહિત મૃત્યુના આંકડા બ્રસેલ્સ,મક્કા અને વિયેનાની વસ્તી સાથે તુલનાત્મક છે. શરૂઆતી 10 લાખ લોકોની મોત આઠ મહિનામાં થઇ હતી,પરંતુ પછી 10 લાખ લોકોની મોત ચાર મહિનાથી ઓછા સમયમાં થઇ. સરકારની એજન્સીઓ દ્વારા આ મોતની સંખ્યાના આંકડા વિશ્વભરમાં નોંધાયા છે, જ્યારે માંદગીને કારણે મૃત્યુ પામનારની વાસ્તવિક સંખ્યા વધારે હોઈ શકે છે, કારણ કે મહામારીના શરૂઆતના દિવસોમાં મૃત્યુનાં અન્ય ઘણા કારણો પણ જણાવવામાં આવ્યાં હતાં.
બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના મહામારીના નિષ્ણાંત ડો.આશિષ ઝાએ જણાવ્યું હતું કે, ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક સમુદાયે અસાધારણ કાર્ય કર્યું છે. અમેરિકા, બ્રિટન, ઇઝરાઇલ, કેનેડા અને જર્મની જેવા સમૃદ્ધ દેશોમાં લાખો લોકોને સુરક્ષા પૂરી પાડવાનું કામ શરૂ કરાયું છે. તેમને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. એવા ઘણા દેશો છે, જ્યાં વેક્સીન પહોંચી નથી. ઘણા નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે ઈરાન,ભારત,મેક્સિકો અને બ્રાઝિલમાં પણ આ વર્ષે મુશ્કેલીઓથી ભરાઈ શકે છે. કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોમાંના અડધા લોકો આ દેશોના હતા.
સમૃદ્ધ દેશોમાં વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ગરીબ દેશોમાં આ અભિયાન ચલાવવામાં ઘણા અવરોધો છે. આમાં નબળી આરોગ્ય પ્રણાલી, નબળી પરિવહન વ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વેક્સીનને ફ્રીઝરમાં રાખવા માટે વીજળીનો અભાવ સામેલ છે. શ્રીમંત દેશોએ કોવિડ -19 વેક્સીનનો મોટાભાગનો ડોઝ ખરીદ્યો છે.
-દેવાંશી