Site icon Revoi.in

સાણંદના રેલવે સ્ટેશન પરથી રોજ 20થી વધુ ટ્રેન પસાર થાય છે, પણ માત્ર એક જ ટ્રેનને સ્ટોપેજ,

Social Share

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદનો ઔદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. તેના લીધે પરપ્રાંતના લોકોનો પણ સારોએવો વસવાટ છે. સાણંદના રેલવે સ્ટેશને રોજ 20થી વધુ ટ્રેનો પસાર થાય છે. પણ સ્ટોપેજ માત્ર એક જ ટ્રેનને અપાયું છે. લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો પ્રવાસીઓને પણ લાભ મળી શકે છે. હાલ પ્રવાસીઓને ટ્રેનના સ્ટોપેજ નહીં હોવાથી અમદાવાદ જવું પડે છે.

સાણંદ રેલવે સ્ટેશન પરથી લાંબા અંતરની 20થી વધુ રૂટોની ટ્રેનો પસાર થતી હોવા છતાં એક જ પેસેન્જર ટ્રેનનું સ્ટોપેજ આપવાના કારણે પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 2 દિવસ પહેલા રેલવે વિભાગ દ્વારા વેરાવળથી બાંદ્રા ટર્મિનસ જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપી જાણે સાણંદના લોકોની માગણીની મજાક કરી હોય તેવો ઘાટ સર્જાતા લોકોમાં રોષ ફેલાયો છે.

સાણંદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઔધોગિક એકમો વિકસિત થઇ રહ્યા છે. ત્યારે સાણંદના રેલવે સ્ટેશન ઉપર લોકોની અવરજવર પણ વધી છે. વર્ષો જુનું આ રેલવે સ્ટેશન ઉપર પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. બેસવા માત્ર ગણ્યાગાંઠ્યા બાંકડાઓ છે. શૌચાલયમાં જતા પણ પેસેન્જરોને ડર લાગે તેવી સ્થિતિ છે. સાણંદ વિવિધ ક્ષત્રે પ્રગતિના પંથ ઉપર દોડી રહ્યું છે. ત્યારે સાણંદ રેલ્વે સ્ટેશનને ક્યારે આધુનિક બનાવવામાં આવશે? સાણંદથી સૌરાષ્ટ્ર, અમદાવાદ તરફ જતા દરરોજના મુસાફરો અને નોકરિયાત વર્ગ પણ ઘણો છે, પણ રેલ્વે સ્ટેશન ઉપર હાલ માત્ર એક જ પેસેન્જર ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેને લઈને શહેરજનોને તેમજ પરપ્રાંતિય લોકોને અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે જવા મજબુર બની રહ્યા છે.

સાણંદના નાગરિકોના કહેવા મુજબ હાલ સાણંદમાં માત્ર એકજ ટ્રેનનું સ્ટોપજ અપાયું  હોવાને કારણે , ટ્રેનની મુસાફરી માટે અમદાવાદ કાલુપુર સ્ટેશને જવા બે કલાક પહેલા નીકળવું પડે છે અને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને સિનિયર સીટીઝનને ભારે મુશ્કેલી પડી રહી છે. સાણંદ રેલવે સ્ટેશનને પુરતી સુવિધા પણ નથી. 20થી વધુ ટ્રેનો પસાર થતી હોવાથી માત્ર એક જ ટ્રેનને સ્ટોપેજ અપાયું છે.