ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માતમાં 200થી વધુના મોત, 900થી વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત – પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
- ઓડિશાના બાલાસોરમાં ટ્રેન એકસ્માત
- 207 લોકોના આત્યાર સુધી મોત
- 900થી પમ વધપ યાત્રીઓ થયા ઘાયલ
બાલાસોરઃ- દેશના રાજ્ય ઓડિશાના બાલાસોરમાં વિતેલી શુક્રવારની રાત્રે જાણે ટ્રેન કાળનો કોળીયો બનીને પાટા પર દોડી રહી હતી, અહીં ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જાણકારી પ્રમાણે બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે જોરદાર અથડાઈ અને આ અકસ્માત સર્જાયો ા અકસ્માત ખૂબ જ ગંભીર હતો.
આ બાબતને લઈને ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ મોડી રાત્રે જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં 207 લોકોના મોત થયા છે અને 900થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. હાલ પણ સતત રાતથી જ ઘટનાસ્થળે રાહતનું કાર્તેય ચાલી રહ્મયું છે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે તો ઈજાગ્રસ્ને હોસ્પિટલ પહોંચાડાઈ રહ્યા છે. જો કે સ્થઆનિકો પણ યાત્રીઓને બહાર કાઢવાની કામગીરીની મદદે આવ્યા હતા. ત્યાર બાદ એનડીઆરએફ, રાજ્ય સરકાર અને એરફોર્સે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી જે હાલ પણ ચાલી રહી છે.
માહિતી પ્રમાણે આ અકસ્માત ખૂબ જ ગંભીર હતો ત્યારે આજે રાહતગીરી દરમિયાન મોતની સંખ્યા વધવાની શક્યતાઓ છે.આ ઘટના વિતેલી શુંક્રવારની સાંજે 7 વાગ્યે આસપાસ બનવા પામી હતી.
સાંજના સમયે હાવડા-બેંગલુરુ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ઓડિશાના બહંગાબજાર નજીકના ટ્રેક પર પડ્યા હતા. આસ સમયગાળા દરમિયાન, 12841 શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ તે ટ્રેક પર પુર ઝડપે આવી રહી હતી ત્યારે પાટા પર પલટી મારેલા ડબ્બાઓ સાથે આ ટ્રેન અથડાી હતી જેના કારણે કોરોમંડલના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પરથી પસાર થતી માલગાડી સાથે અથડાઈ, અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસના સાત ડબ્બા પલટી ગયા, ચાર ડબ્બા રેલ સીમાની બહાર ગયા. માહિતી પ્રમાણે કુલ 15 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આમ આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતોઆ સર્જાયેલા અકસ્માત બાદ બાદ 18 ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી જ્યારે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી.
મૃતકો માટે વળતરની જાહેરાત કરાઈ
રેલ્વે મંત્રાલયે મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિજનોને રૂપિયા 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂપિયા 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરી હતી.
ઘટનાને અંગે પીએમ મોદીએ શોક વ્યરક્ત કર્યો
પીએમ મોદીએ ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. પીએમએ પોતાના ટ્વીટમાં લખ્યું કે ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના.
ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ઓડિશાના બાલાસોરમાં થયેલો ટ્રેન દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. NDRFની ટીમ પહેલાથી જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.
બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ઓડિશાના બાલાસોરમાં દુર્ભાગ્યપૂર્ણ ટ્રેન દુર્ઘટનામાં જાનહાનિ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું, તેમણે કહ્યું. મારું હૃદય શોકગ્રસ્ત પરિવારો માટે સહન કરે છે. હું બચાવ કાર્યમાં સફળતા અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.