- ગાંધીનગરથી સોમનાથ અને દ્વારકાની ખાસ ટ્રીપ,
- ઓનલાઈન બુકિંગ કરી શકાશે,
- કાલે શુક્રવારથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં એસટી નિગન દ્વારા રક્ષાબંધનના તહેવારોમાં એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. હવે સાતમ-આઠમના તહેવારોમાં પણ એસટીના તમામ ડિવિઝનોમાં વિવિધ રૂટ્સ પર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં એસટી વિભાગ દ્વારા 200 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે. કાલે તા.23મી ઓગસ્ટથી 25મી ઓગસ્ટ સુધી સોમનાથ, દ્વારકા, અંબાજી, સહિત વિવિધ રૂટ્સ બસ એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે.
ગાંધીનગર એસટી ડેપો દ્વારા સાતમ-આઠમના તહેવારોને લીધે સોમનાથ, દ્વારકા, ભુજ અને ઉના સહિત વિવિધ રૂટ્સ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ બસોનું ઓનલાઈન બુકિંગ પણ એસટી નિગમના પોર્ટલ ઉપર કરી શકાશે. ઉપરાંત દર રવિવારે શ્રાવણીયા સોમવાર નિમિત્તે નગરના ડેપોમાંથી શરૂ કરવામાં આવેલી સોમનાથની બસ તો નિયત સમયે ઉપડશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સાતમ-આઠમના તહેવારમાં મુસાફરોને સરળતાથી બસ મળી રહે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો નિમિત્તે લોકમેળા ભરાતા હોય છે. બહારગામ રહેતા સૌરાષ્ટ્રવાસીઓ પણ સાતમ-આઠમના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગાંધીનગરથી સોમનાથ સાંજે 6:30 કલાકે ઉપડશે. તેજ રીતે રાત્રે 8:00 કલાકે ગાંધીનગરથી દ્વારકાની બસ ઉપડશે. ઉપરાંત રાત્રે 8-00 કલાકે ગાંધીનગરથી ભુજની બસ ઉપડશે. વધુમાં ગાંધીનગર ડેપોથી ઉનાની બસ રાત્રે 7-00 કલાકે જે વાયા અમદાવાદથી ધંધુકા થઈ ઉના પહોંચશે. તારીખ 23મીથી તારીખ 25મી ઓગસ્ટ સુધી ઉપરોક્ત આ બસો ગાંધીનગરના ડેપોમાંથી ઉપડશે. જેનું ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ મુસાફરો કરાવી શકશે. જેના માટે એસટી ડેપોમાં આવેલા ઓનલાઇન બુકિંગ કાઉન્ટર ઉપરથી પણ બુકિંગ કરી શકાશે. ઉપરાંત એસ.ટી નિગમના ઓનલાઈન બુકિંગ પોર્ટલ ઉપરથી પણ આ બસોનું બુકિંગ થઈ શકશે તેમ ડેપો મેનેજરે જણાવ્યું છે.
#SathamAathamSpecial #GujaratSTBuses #SomnathTrip #DwarkaTrip #ExtraBusServices #OnlineBooking #GujaratFestivals #STCorporation #SaurashtraTravel #HolidayTransport #FestiveBuses #SomnathDarshan #DwarkaDarshan #PublicTransport #OnlineBusBooking #SaurashtraFestival #BusTripBooking #GandhinagarBusServices #STExtraTrips #SaurashtraCelebration #HolidayRush #ExtraBusRoutes #TravelConvenience