1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં સ્વાતંત્ર્ય પર્વએ દેશભક્તિના ગીત પર યોગ ગરબામાં 200થી વધુ લોકો જોડાયા
ભાવનગરમાં  સ્વાતંત્ર્ય પર્વએ દેશભક્તિના ગીત પર યોગ ગરબામાં 200થી વધુ લોકો જોડાયા

ભાવનગરમાં સ્વાતંત્ર્ય પર્વએ દેશભક્તિના ગીત પર યોગ ગરબામાં 200થી વધુ લોકો જોડાયા

0
Social Share

ભાવનગરઃ કોરોના કાળમાં યોગ અને ગરબા થેરાપી અપનાવી દર્દીઓને શારીરિક ઉપરાંત માનસિક રીતે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન થઈ શકે તે માટે પ્રયોગ થયો હતો જે સફળ રહેલો. ભારતની આ બંને પ્રાચીન સંસ્કૃતિનો સંગમ કરી ફિટનેસ પ્રોગ્રામ તૈયાર કરાયો છે, ભાવનગરમાં 75માં સ્વાતંત્ર્ય પર્વે સુભાષનગરમાં સુવિધા ટાઉનશીપના કોમ્યુનિટી હોલ ખાતે 15 ઓગષ્ટના સવારના 6થી 7 વાગ્યા દરમિયાન દેશભક્તિના ગીત પર યોગ ગરબા કરવામાં આવ્યા હતા.

દેશની ધરોહર એવી બે પ્રાચીન સંસ્કૃતિનો સંગમ કરીને સ્વસ્થ વિશ્વ બનવાના હેતુથી યોગ ગરબાની શોધ કરાઇ છે. જેના દ્વારા સમગ્ર વિશ્વની ભારતીય સંસ્કૃતિ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રદાન થઇ રહે એના માટે પ્રયત્ન થઈ રહ્યા છે. યોગામાંથી યમ, નિયમ, આસન, ધ્યાનને ગરબાના અલગ અલગ મૂવમેન્ટ સાથે સંયોજન કરી એક ફિટનેસ પ્રોગ્રામ ડિઝાઇન કરાયો છે. યોગ ગરબાનો ઉપયોગ ડાન્સથેરાપી તરીકે થઈ રહ્યો છે. યોગ ગરબાનો ઉપયોગ સમગ્ર વિશ્વ સૌપ્રથમ વખત 2020ની મહામારી દરમિયાન કોરોનાના દર્દીઓ પર ડોક્ટરની સલાહ સુચનને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કોવિડ કેર સેન્ટર પર કરવામાં આવ્યો હતો. જેનો લાભ અનેક વધુ દર્દીઓએ લીધો હતો. અને દર્દીઓને તણાવમુક્ત તથા હકારાત્મકતા અને ઇમ્યુનિટી વધારવામાં મદદ મળી હતી. સુરતના એનીષભાઈ રંગરેજ કે જેઓ આઈ.એ.જી.ડી એટલે કે ઇન્ડિયન એકેડેમી ઓફ ગરબા અને દોઢીયાના સ્થાપક છે અને તેઓ ગરબાના મુમેન્ટ ઉપર યોગ વિથ ગરબા કરાવ્યા હતા. યોગ ગરબામાં આ કાર્યક્રમમાં ઓમ ઉચ્ચારણથી શરૂ કરીને આસન, ધ્યાન અને ગરબા મૂવમેન્ટ કરી છેલ્લે દેશ અને વિશ્વના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના રૂપી પુષ્પો ભગવાનના ચરણે અર્પણ કરવામા આવ્યા હતા, આ યોગ ગરબાના આયોજનમાં 200થી વધુ યોગીઓ ભાગ લીધો હતો. પતંજલિયોગના રાજ્ય પ્રભારી વિનોદભાઈ શર્મા, યોગ કોચ કિર્તીભાઇ શુક્લ, યોગ ગુરૂ કિશનભાઇ વ્યાસ, જયશ્રીબેન વ્યાસ અને શર્મિષ્ઠાબેન પટેલનો મુખ્ય સહાયક રહયા છે. સાથે રેખાબેન ડોબરીયા, અર્ચનાબેન ગુજરીયા, રીટાબેન વોરા, રાજેશભાઈ ભટ્ટ સ્વૈચ્છિક રીતે પોતાના ગ્રૂપ સાથે આ યોગ ગરબા નવતર કાર્યકમમાં જોડાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code