Site icon Revoi.in

દેશના 200 થી વધુ રેલ્વે સ્ટેશનો અનેક ખાસ સુવિધાઓથી સજ્જ થશે – રેલ્વે મંત્રી

Social Share

દિદિલ્હીઃ આજરોજ સોમવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશન પર કોચ મેન્ટેનન્સ ફેક્ટરીના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો જેમાં દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના 200 જેટલા સ્ટેશનોની કાયાપલટ કરવાની વાત કરી હતી.

આજના આ સમારોહ દરમિયાન રેલ્વે મંત્રીએ ભારયીત રેલ્વેની પ્રગતિ વિશે પણ વાત કરી હતી તેમણે વંદેમાતરમ ટ્રેનને લઈને કહ્યું કે ભવિષ્યમાં, દેશમાં 400 ‘વંદે ભારત’ ટ્રેનો હશે. તેમાંથી 100 ટ્રેનો મરાઠવાડાના લાતુરમાં સ્થિત કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. ફેક્ટરીમાં પહેલાથી જ જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.”

પ્રાપ્ત વિહતચ પ્રમાણે રેલ્વે મંત્રી એ કહ્યું હતું કે દેશના ઓછામાં ઓછા 200 રેલ્વે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી કાયાકલ્પ કરવામાં આવશે. “47 રેલવે સ્ટેશનો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 32 સ્ટેશનો પર કામ શરૂ થઈ ગયું છે. રેલ્વેની કાયાપલટ કરવામાં આવી રહી છે.”

તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકારે 200 રેલવે સ્ટેશનોની કાયાપલટ માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. સ્ટેશનો પર ઓવરહેડ સ્પેસ બનાવવામાં આવશે, જેમાં બાળકોના મનોરંજનની સુવિધાઓ ઉપરાંત વેઇટિંગ લોન્જ અને ફૂડ કોર્ટ સહિતની વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. આ સાથે જ રેલ્વે સ્ટેશન પ્રાદેશિક ઉત્પાદનોના વેચાણ માટે ‘પ્લેટફોર્મ’ તરીકે કામ કરશે.