અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. 7મી માર્ચે ચૂંટણી યોજશે. તમામ 26 લોકસભા બેઠક માટે ઈવીએમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મતદાનના દિવસે ચૂંટણીમાં ફરજ બજાવનારા સ્ટાફ તેમજ ઈવીએમ બુથ ઉપર લઈ જવા અને લાવવા માટે એસટીની 2000થી વધુ બસો ફાળવવામાં આવશે. એસટીના તમામ ડિવિઝનોને કેટલી બસ ફાળવવી તેની જાણ કરી દેવામાં આવી છે. 6ઠ્ઠી અને 7મી મે એમ બે દિવસ ચૂંટણી પંચને ડ્રાઈવર સાથે 2000 એસટી બસો ફાળવી દેવામાં આવશે. જો કે એસટી બસોની ફાળવણીથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક એસ ટી બસોના રૂટ્સ પર કાપ મુકવો પડશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે જિલ્લા તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. રાજ્યમાં તા.7મેના રોજ મતદાન થશે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનારા સ્ટાફની બુથ ઉપર અવરજવર માટે એસટીની બસો માંગવામાં આવી છે. જેમાં 2,000 જેટલી બસો ફાળવવામાં આવશે. તા.6 અને 7ના રોજ ચૂંટણીમાં ફરજ બજાવનારા સ્ટાફને બુથ સુધી મુકવા અને ત્યાંથી લેવા માટે બે હજાર જેટલી એસટી બસો ફાળવાશે, આ બસો મારફતે ચૂંટણી ફરજનો સ્ટાફ બુથ સુધી જશે અને ત્યાંથી પરત આવશે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યુ હતું કે, રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રએ આગામી તા.6 અને 7ના રોજ ચૂંટણી ફરજના કર્મચારીઓની અવર જવર માટે એસટી તંત્ર પાસે 94 બસો ફાળવવાની માંગણી મુકી છે.