ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 2,300થી વધારેના મોત, હમાસનો ખાતમો બોલાવવા ગાઝાપટ્ટીની ઘેરાબંધી
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર શનિવારે હમાસના આતંકવાદીઓએ કહેલા હુમલા બાદ ઈઝરાયલની સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો. શનિવારે શરૂ થયેલું સંધર્ષ આજે ગુરુવારે પણ ચાલુ રહ્યું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2200થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. બીજી તરફ ઈઝરાયલે ગાઝાની પૂર્ણ ઘેરાબંધી કરી છે અને ભોજન, પાણી, ઈંધણ અને જરૂરી સામાનની સપ્લાય પણ બંધ કરવામાં આવી છે. ગાઝા પટ્ટી સરહદ ઉપર 3 લાખ જવાનો ઈઝરાયલે તૈનાત કર્યાં છે. બીજી તરફ એરફોર્સ હમાસના સ્થાનો ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે.
ગાઝામાં ઈઝરાયલના સૈનિક હમાસના આતંકીઓની શોધખોળ માટે દરોડા પાડી રહ્યા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસને કડક ચેતવણી આપતાં એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં તેઓ સ્પષ્ટ પણે જાહેરાત કરી રહ્યા છે કે, ઈઝરાયલે યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ તેને સમાપ્ત જરૂર કરશે. હમાસ વિરૂદ્ધ જવાબી કાર્યવાહી હેઠળ ઈઝરાયલએ 3 લાખ સૈનિક એકઠાં કર્યાં છે. નેતન્યાહુએ જણાવ્યું કે, ઈઝરાયલ યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ તે અત્યંત ક્રૂર રીતે અમારા પર લાદવામાં આવ્યું છે. ઈઝરાયલે હમાસનો ખાતમો કરવા માટે ઓપરેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે ઈઝરાયલની સેનાના જવાબનો ગાઝામાં પ્રવેશ કરીને હમાસના તમામ આતંકવાદીઓને શોધી-શોધીને ઠાર મારશે.
ઈઝરાયલ ઉપર હમાસને કરેલા હુમલાની ભારતે નિંદા કરી હતી. તેમજ આતંકવાદીની સાથે હોવાનું જણાવીને આતંકવાદના ખાતમા માટે ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. યુદ્ધની આ પરિસ્થિતિમાં ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજયની શરૂઆત કરવામાં આવી રહ્યું છે.