Site icon Revoi.in

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 27 હજારથી વધુ નવા કેસ – એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતા આવનારા તહેવારોને લઈને ચિંતા ઘટી

Social Share

સમગ્ર દેશભરમાં જ્યા કોરોનાના કેસો ઘટતા જાય છે ત્યા હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં કેસોની સંખ્યા વધી છે, ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ઝડપથી વધી રહેલા કેસોએ હવે ચિંતા ધટાડી છે.કારણ કે દેશમાં ફરી એકવાર એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

આજરોજ સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ, છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોનાના કુલ 27 હજાર 254 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. આસહીત  37 હજાર 687 લોકો આ જ સમયગાળામાં કોરોનામાંથી સાજા પણ થયા છે. આ રીતે, દેશમાં એક જ દિવસમાં 10 હજારથી વધુ સક્રિય કેસોમાં ઘટાડો થતા ચિંતા પણ ઘટી છે. હવે દેશમાં કુલ સક્રિય કેસ માત્ર 3 લાખ 74 હજાર 269 જોવા મળે છે, જે થોડા સમય પહેલા 4 લાખને પાર કરી ગયા હતા.

દેશમાં અત્યાર સુધીમાં મળી આવેલા કુલ કેસોની સરખામણીમાં સક્રિય કેસોની ટકાવારી જોઈએ તો તે 1.13 ટકા છે. આ સિવાય રિકવરી રેટ 97.54 ટકા  જોવા મળે છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 47 હજાર 032 લોકોએ કોરોનાને મોત આપી છે.

આ સાથે જ બીજી સારી વાત એ પણ છે કે,સાપ્તાહિક સકારાત્મકતા  રેટ પણ ઝડપથી ઘટીને 2.11 ટકા થઈ રહ્યો છે. આ દર છેલ્લા 80 દિવસોથી 3 ટકા થી ઓછો રહ્યો છે. બીજી રોજનો સકારાત્મકતા પણ 2.26 ટકા જોવા મળે છે, જે સતત છેલ્લા 14 દિવસથી 3 ટકાથી ઓછો કહી શકાય છે.

જો કે આવનારા દિવસોમાં દિવસોમાં તહેવારોને લઈને કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે,પરંતુ આ આશંકાને ધ્યાનમાં રાખીને આ એક સારો સંકેત પણ છે કે પોઝિટિવ રેટ ઘટ્યો છે. ઘણા નિષ્ણાતોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ત્રીજા તરંગની આગાહી કરી હતી, પરંતુ હવે આ આંકડાઓ ચિંતાને ઓછી કરી રહ્યો છે.