અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ 18 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને રસી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિત 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ કોરોનાકાળમાં સંજીવની સમાન વેક્સિનના બગાડથી કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. દેશમાં લગભગ 35 લાખ જેટલા ડોઝનો બગાડ થયો હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં જ લગભગ 3.56 લાખ ડોઝનો બગાડ થયાનું જાણવા મળે છે. વેક્સિનના બગાડને લઈને નેશનલ હેલ્થ મિશને કેન્દ્ર સરકરાને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે.
એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતાને કોરોનાની રસી લેવા માટે અનેક વખત અપીલ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં 18 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. બીજી તરફ રસીના બગાડને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરીને બગાડ અડકાવવા માટે જે તે રાજ્ય સરકારેને સૂચન કર્યું હતું. દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના રસીના 45 લાખ ડોઝનો બગાડ થઈ હોવાનું બહાર આવ્યું છે, અહેવાલ પ્રમાણે રસીના બગાડમાં પાંચ રાજ્યો સૌથી આગળ છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, આ રાજ્યોમાં ઉપયોગમાં આવેલી 10.34 કરોડ રસીના ડોઝમાંથી 44.78 લાખ ડોઝ ખરાબ થઈ ગયા છે. તમિલનાડુમાં સૌથી વધારે 12.10 ટકા ડોઝ ખરાબ થવાનું જાણવા મળે છે. જ્યારે હરિયાણામાં 9.74 ટકા, પંજાબમાં 8.12, મણિપુરમાં 7.80 ટકા અને તેલંગાણામાં 7.55 ટકા રસીનો બગાડ થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 3.56 લાખ ડોઝ બગડ્યાં હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર,રાજકોટ, સુરત સહિતને રાજ્યમાં મોટા શહેરમાં પણ રસીનો બગાડ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 1547, સુરતમાં 20,467 ડોઝ બગડ્યા હોવાનું જાણવા મળે છે.