નવી દિલ્હીઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી 16મી એપ્રિલથી 22મી એપ્રિલ 2022 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWCs)ની 4થી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ અને જોશ સાથે હાથ ધરવામાં આવે છે. AB-HWCs અને સસ્તું અને સુલભ આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં AB-HWCsના મહત્વને ધ્યાને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રી, સાંસદો, ધારાસભ્યો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય આરોગ્ય સચિવો/રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો, રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ અને સ્થાનિક મહાનુભાવો પણ મુલાકાત લીધી હતી.
18મીથી 22મી એપ્રિલ 2022 સુધી, સમગ્ર દેશમાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક બ્લોકમાં એક લાખથી વધુ AB-HWC પર બ્લોક સ્તરના આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક બ્લોક લેવલ હેલ્થ મેલા એક દિવસ માટે હશે અને રાજ્ય/યુટીના દરેક બ્લોકને આવરી લેવામાં આવશે. આરોગ્ય મેળાના બીજા દિવસે, 3 લાખ 57 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને લગભગ 490 બ્લોકોએ દેશભરમાં આરોગ્ય મેળાનું આયોજન કર્યું હતું. વધુમાં, 60,000થી વધુ ABHA હેલ્થ આઈડી બનાવવામાં આવ્યા હતા અને 21,000 PMJAY ગોલ્ડન કાર્ડ જારી કરવામાં આવ્યા હતા ઉપરાંત હાયપરટેન્શન, ડાયાબિટીસ વગેરે માટે હજારો સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા.
16મી એપ્રિલ 2022ના રોજ આયુષ્માન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (AB-HWCs) ખાતે ઈ-સંજીવની પ્લેટફોર્મ દ્વારા રેકોર્ડ 3 લાખ ટેલીકન્સલ્ટેશન એક દિવસમાં કરવામાં આવ્યા હતા. AB-HWCs પર એક જ દિવસે કરવામાં આવેલ આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે, જે તેના અગાઉના 1.8 લાખ ટેલિકોન્સલ્ટેશન પ્રતિ દિવસના રેકોર્ડને વટાવી ગઈ છે. 19મી એપ્રિલ 2022ના રોજ, સમગ્ર દેશમાં 25,000થી વધુ ટેલીકન્સલ્ટેશન કરવામાં આવ્યા હતા.