- હર ઘર તિરંગા અભિયાન
- 30 કરોડથી વધુ ધ્વજ વેચાયા
દિલ્હીઃ- આઝાદીના 75 વર્ષ પુરા થવા પર દેશભરમાં આધાડી કા અમૃત મહોત્સવ હેઠળ તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું,નરેન્દ્ર મોદી સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનને માત્ર જબરદસ્ત સફળતા મળી નથી પરંતુ અર્થવ્યવસ્થાને ઘણો વેગ મળ્યો છે.
આ તિરંગા વેચાણ મામલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ આ અંગેની માહીત શેર કરી હતી અને જણાવ્યું હતું કે આ વર્ષે 30 કરોડ ધ્વજ વેચવામાં આવ્યા છે, જેનાથી 500 કરોડ રૂપિયાની આવક થઈ છે.
આ અભિયાન 22 જુલાઈના રોથી શરુ કરાયું . જેમાં લોકોને 13 થી 15 ઓગસ્ટ સુધી ત્રણ દિવસ સુધી તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાનું કહેવામાં આવ્યું હતું. દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણી માટે પીએમ મોદીએ માર્ચ 2021માં આઝાદીના અમૃત મહોત્સવની જાહેરાત કરી હતી. ‘હર ઘર તિરંગા’ પણ આ અભિયાનનો એક ભાગ હતો.
CAIT એ આ સાથે જ જણાવાયું છે કે “હર ઘર તિરંગા અભિયાને ભારતીય ઉદ્યોગપતિઓની ક્ષમતા દર્શાવી છે, જેમણે તિરંગાની અભૂતપૂર્વ માંગને સંતોષીને લગભગ 20 દિવસના રેકોર્ડ સમયમાં 30 કરોડથી વધુ ધ્વજ બનાવ્યા.’ છેલ્લા 15 દિવસમાં, CAIT અને દેશના વિવિધ વ્યવસાયિક સંગઠનોએ 3000 થી વધુ ત્તિરંગાની ઉજવણીનું આયોજન કર્યું છે.
ગૃહ મંત્રાલયે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002માં કેટલાક સુધારા કર્યા હતા. આ હેઠળ પોલિએસ્ટર, મશીનથી બનેલા, હાથથી બનાવેલા, મશીન અથવા હાથથી વણાયેલા, કપાસ, ઊન, સિલ્ક ખાદીના બનમાંથી ફ્લેગ બનાવી શકાય છે. CAIT એ કહ્યું કે આ સુધારાથી ધ્વજની સરળ ઉપલબ્ધતામાં મદદ મળી છે અને 10 લાખથી વધુ લોકોને તેમના ઘરો અથવા અન્ય સ્થળોએ તિરંગાઓ બનાવતા રોજગારી મળી છે.સ્થાનિક દરજીઓની હાલત પણ સુધરી છે.