- દિલ્હી વાસીઓને દિવાળઈ ગીફ્ટ
- 300થી વધુ દુકાનો આખી રાત ખુલ્લી રહેશે
- સાથે મેડિકલ સ્ટોર પણ ખુલ્લા રખાશે
દિલ્હીઃ- દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દિલ્હી વાસીઓ ખરીદી કરવા માટે નીકળી રહ્યા ચે જેને લઈને અનેક દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે મોડે સુધી માર્કેટમાં લોકોની ભીડ જામ થીઈરહી છે ત્યારે હવે દિલ્હી વાસીઓ માટે પ્રસાસને મહત્વનો નિર્ણય લીધો છે.
દિલ્હી વહિવટતંત્રના આ નિર્ણય હેઠળ આવતા અઠવાડજિયાથી દિલ્હીમાં 300 થી વધુ દુકાનો અને મેડિકલ સ્ટોર્સ આખી રાત એટલે કે 24 કલાક ખુલ્લા રાખવામાં આવશે.
300 થી વધુ સંસ્થાઓની જો વાત કરીએ તો તેમાં ખાસ કરીને રેસ્ટોરન્ટથી લઈને મેડિકલ શોપ, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, બીપીઓથી લઈને ઓનલાઈન ડિલિવરી સુધીની સેવાઓનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં આવતી દુકાનોને 24 કલાક ખોલવાની અરજી કર્યા બાદ આવતા સપ્તાહથી ચોવીસ કલાક દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ આવા 314 સ્થળોને દિવસભર કામ કરવા માટે છૂટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમાંથી કેટલાક 2016 થી પેન્ડિંગ છે.એલજીએ આદેશ આપ્યો છે કે દિલ્હીમાં રોકાણકાર અને બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે આવી અરજીઓનો કડક સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે. તેમણે કહ્યું કે આગામી સપ્તાહથી રાષ્ટ્રીય રાજધાનીમાં 300 થી વધુ સંસ્થાઓ ચોવીસ કલાક કામ કરી શકશે.