Site icon Revoi.in

અમદાવાદની સિવિલ હોસ્પિટલના 350થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ બે મહિનાના પગારથી વંચિત

Social Share

અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં 350થી વધુ વર્ગ-3ના કર્મચારીઓનો છેલ્લાં બે મહિનાથી પગાર થયો નથી, જેને કારણે આ કર્મચારીઓને બેન્ક લોન ભરવાથી લઇને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. કેટલાંક કર્મચારીએ ઉધાર નાણાં લેવાની ફરજ પડી છે. જો સરકાર પગાર નહીં થાય તો હડતાળ પાડવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની  સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારે વિવિધ પોસ્ટ પર કામગીરી માટે કોન્ટ્રાક્ટ પર વર્ગ-3ના કર્મચારીની ભરતી કરાઇ છે. વર્ગ-4 ના કર્મચારીમાં લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, નર્સિગ સ્ટાફ, બાયોમેડિકલ એન્જિયર અને ઓ.ટી. આસિસ્ટન્ટ સહિતના 350થી વધુ કર્મચારીનો જૂન અને જુલાઇ મહિનાનો પગાર કરાયો નથી. કર્મચારીઓને ઘર ચલાવવામાં તકલીફ પડવાની સાથે બેન્ક લોન, વાહનના હપ્તા અને ઘરના મેઇન્ટેનન્સ ચઢી ગયું હોવાથી વ્યાજ ભરવું પડે છે. સતત બે મહિનાનો પગાર ન આવતાં હવે કેટલાંક કર્મચારીઓએ વ્યાજે નાણાં લેવા પડ્યા છે. રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કર્મચારીઓને ના છૂટકે હડતાળ પર જવાની ફરજ પડશે. સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીએ કહ્યું કે, ટ્રોમા સેન્ટરના 412 કર્મચારીની કોન્ટ્રાક્ટર પર નિમણૂક કરાઇ છે. તેમાંથી કેટલાંક કર્મચારીનો છેલ્લાં બે મહિનાથી પગાર થયો નથી, આ અંગે મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.