દેશમાં છેલ્લા 24 કલાકમાં 3741 નવા કોરોના કેસ નોંધાયા
- 24 કલાકમાં 3741 નવા કોરોના કેસ નોંધાયા
- ગઈકાલની સરખામણીમાં 17 ટકાનો ઘટાડો
- સક્રિય કેસ વધીને 27 હજારની નજીક પહોંચ્યા
દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,714 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2,513 લોકોને રજા આપવામાં આવી છે. આ દરમિયાન કોરોના વાયરસના કારણે 7 લોકોના મોત પણ થયા છે. આજે નોંધાયેલા નવા કેસ ગઈકાલ કરતા 17 ટકા ઓછા છે. એક દિવસ પહેલા દેશમાં કોરોના વાયરસના 4,518 નવા કેસ નોંધાયા હતા.
ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 3,714 નવા કેસના આગમન સાથે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,85,049 થઈ ગઈ છે, જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા તે વધીને 26,976 થઈ ગયો છે, જે કુલ કેસના 0.06 ટકા છે.
ઉલ્લેખનીય છે કે દેશવાસીઓને કોરોનાથી બચાવવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનનો પ્રોગ્રામ પણ અતિઝડપથી ચલાવવામાં આવ્યો હતો. દેશમાં અંદાજે 193 કરોડથી વધારે ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.
થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે દેશમાં ફરીવાર કોરોનાવાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, તેના કારણે લોકોએ હવે સતર્ક થવાની જરૂર છે અને શક્ય હોય તો જ્યારે પણ ભીડમાં જાવ ત્યારે માસ્કનો ઉપયોગ જરૂરથી કરવો.