- આવનારા ત્રણ દિવસમાં રાજ્યોને મળશે વેક્સિન
- ૪૭ લાખ જેટલા ડોઝ તૈયાર છે
દિલ્હી– દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોરોનાની રસી આપીને સમર્થન આપી રહી છે અને કોરોના રસીના 47 લાખથી વધુ ડોઝ આગામી ત્રણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડવા માટે કેન્દ્ર તૈયાર છે.
આરોગ્ય મંત્રાલય એ આપેલી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ -19 રસીકરણનો વ્યાપ વધારવા અને રસીકરણની ગતિને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. કોવિડ -19 રસીઓની સાર્વત્રિક પ્રાપ્યતાના નવા તબક્કાની શરૂઆત 21 મી જૂનથી શરૂ થઈ ચૂકી છે
આ અંતર્ગત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીની ઉપલબ્ધતા વિશે પૂર્વ માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ રસીની વધુ સારી યોજના બનાવી શકે અને રસીની સપ્લાય ચેનને સુવ્યવસ્થિત કરી શકે.
વેક્સિન ની સાર્વત્રિક ઉપલબ્ધતાના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર રસી ઉત્પાદકો પાસેથી ૭૫ ટકા રસી લેશે અને તેમને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે પ્રદાન કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે અને સીધી પ્રાપ્તિ વ્યવસ્થા હેઠળ અત્યાર સુધીમાં 30.54 કરોડથી વધુ વેક્સિન નાં ડોઝ આપવામાં આવ્યા છે.