Site icon Revoi.in

અમદાવાદમાં રોડ-રસ્તા.પાણી, ગટર સહિતના 4 હજારથી વધુ વિકાસ કામોને મળી મંજુરી

Social Share

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુને વધુ વિકાસ કામો કરવાનું ભાજપના મ્યુનિના સત્તાધિશો દ્વારા યોજન કરવામાં આવ્યું છે. મ્યુનિના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ  બારોટ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 1532  લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી છે . રૂપિયા 2799  લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી છે . રૂપિયા  532  લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટીના વિકાસલક્ષી કામોને મંજુરી આપવામાં આવી છે.

અમદાવાદમ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં  શહેરના રોડ-રસ્તાઓ, ડ્રેનેજ લાઈન. અને પીવાના પાણી માટેના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી છે. જેમાં રૂપિયા 68 લાખના ખર્ચે ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં નરોડા રેલ્વે ક્રોસીંગ પર સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન પુશીંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી, તેમજ રૂપિયા 497 લાખના ખર્ચે ઉત્તર – દક્ષિણ પશ્ચિમઝોનમાં પાણી વિતરણ કરતા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સ્ટેન્ડબાય બોરવેલ બનાવવા તેમજ સબમર્સિબલ પંપ સેટ , સ્ટાટર પેનલ , કેબલ તથા યુ – પીવીસી કોલમ પાઈપ સહિતની SITC ની કામગીરીના કામને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 919  લાખના ખર્ચે પૂર્વ ઝોનના રામોલ – હાથીજણ વોર્ડમાં નવા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ઓવરહેડ ટાંકી તેમજ ભૂગર્ભ ટાંકી સાથે પંપ હાઉસના કામને મંજૂરી આપવામાં આવી છે . આ ઉપરાંત રૂપિયા 64  લાખના ખર્ચે પશ્ચિમઝોનના પાલડી વોર્ડમાં નરોત્તમ ઝવેરી હોલમાં બનાવવાની થતી કોવિડ હોસ્પિટલના અનુસંધાને કલરકામ સહિતની જરૂરી સીવીલ કામ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે.