દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાનમાંથી આત્મઘાતી હુમલાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અશાંત આદિવાસી જિલ્લામાં એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો.
જાણકારી અનુસાર આ હુમલો કટ્ટરપંથી ઈસ્લામિક રાજકીય પક્ષની બેઠકને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં 44 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. બજૌર આદિવાસી જિલ્લાની રાજધાની ખારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના કાર્યકર્તા સંમેલન દરમિયાન વિસ્ફોટ થયો હતો.
આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હબતો અનેક લોકો ડરી ગયા હતા ત્યાર બાદ અફરાતફરી પણ સર્જાય હતી આ સહીત ઘટનામાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. વિસ્ફોટ સમયે સંમેલન સ્થળ પર 500 થી વધુ લોકો હાજર હતા. અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.
પોલીસ દ્રારા હવે આ વિસ્ફોટનું સ્વરૂપ જાણવા માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ અને પ્રાંતના દેખભાળ મુખ્ય પ્રધાન આઝમ ખાન દ્વારા ઘટનાની તપાસની માંગ કરી હતી.
આ સહીત કાર્યકર્તાઓને હોસ્પિટલમાં પહોંચીને રક્તદાન કરવા પણ વિનંતી કરી હતી. “JUI કાર્યકર્તાઓએ શાંત રહેવું જોઈએ અને સંઘીય અને પ્રાંતીય સરકારોએ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવી જોઈએ,” ફઝલે કહ્યું. પ્રાંતના મુખ્ય પ્રધાન ખાને વિસ્ફોટની નિંદા કરી અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો.