1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 4000થી વધુ ફરિયાદોનો નિકાલ કરાયો: કુંવરજી બાવળિયા
ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 4000થી વધુ ફરિયાદોનો નિકાલ કરાયો: કુંવરજી બાવળિયા

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 4000થી વધુ ફરિયાદોનો નિકાલ કરાયો: કુંવરજી બાવળિયા

0
Social Share
  • એક વર્ષમાં 6009 ગ્રાહકોને નિશુલ્ક સલાહ, માર્ગદર્શન અપાયું,
  • ગ્રાહકોને 5000થી 20 લાખ સુધીનું વળતર ચુકવાયુ,
  • ગુજરાતમાં 53 ગ્રાહક મંડળો કાર્યરત

ગાંધીનગરઃ રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ 4,373  ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટ કરીને ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.

તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2010થી ગ્રાહક સલાહકાર કેન્દ્રો રાજ્યના 21 જુદા- જુદા સ્થળે સ્થાપવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લા1 વર્ષમાં કુલ 6,009  ગ્રાહકોને નિ:શુલ્ક સલાહ તેમજ માર્ગદર્શન આપી તેમની સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.12 લાખથી વધુની વાર્ષિક નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે, તેમ મંત્રીએ  ઉમેર્યું હતું.

મંત્રી  કુંવરજીભાઇએ વધુમાં જણાવાયું હતું કે, રાજ્યના ગ્રાહકોની સમસ્યાઓને નિવારવા માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જેના ફળરૂપે આ કેન્દ્ર પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે. ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સહયોગથી અલગ કિસ્સાઓમાં  કંપનીઓ દ્વારા રૂ. 5 હજાર થી રૂ.20 લાખ સુધીનો વળતર ગ્રાહકોને ચૂકવવામાં આવ્યું છે. જેમાં વીમા કંપનીઓ, ટ્રાવેલ્સ, પશુ વીમા, રિસોર્ટ વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.

રાજયના ભાવી ગ્રાહકો વધુ સશક્ત અને જાગૃત બને તે માટે ‘કન્ઝ્યુમર્સ ક્લબ યોજના’ અમલી બનાવી છે. આ યોજના હેઠળ ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા પ્રતિવર્ષ રાજ્યના તમામ જિલ્લાઓમાં અંદાજે 2000 શાળાઓ અને ૫૦૦ કોલેજ કક્ષાએ એક વર્ષ માટે કન્ઝ્યુમર્સ ક્લબ સ્થાપવામાં આવે છે. જેમાં ક્લબદીઠ રૂ. 5000ની નાણાકીય સહાય પણ ચૂકવવામાં આવે છે.

રાજ્યમાં કોઈપણ નાગરિક –ગ્રાહકને વેપારી-વિક્રેતા સામે તાત્કાલિક ફરિયાદ નોંધાવી હોય તો તે માટે ગ્રાહક સુરક્ષા દ્વારા 18002330222 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી-24 સુધીની સ્થિતિએ આ નંબર પરથી છેલ્લા 5 વર્ષમાં કુલ 39 હજારથી વધુ ફરિયાદોનું સુખદ નિવારણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા માન્યતા પ્રાપ્ત કુલ 53 ગ્રાહક સુરક્ષા મંડળો કાર્યરત છે. આ મંડળો દ્વારા ગ્રાહકોને વધુ જાગૃત કરવાના ઉમદા આશય સાથે નાણાકીય વર્ષ 2023-24માં 222  શિબિર, 198  સેમિનાર, 97 વર્કશોપ, 98 પરિસંવાદ, 321 ગ્રામ શેરીસભા, 409 પ્રદર્શન-નિદર્શન, 104 વિડીયો શો, 34 ટી.વી. પ્રોગ્રામ અને 4 રેડિયો પ્રોગ્રામ કરી બહુઆયામી પ્રયાસો હાથ ધર્યા છે. (file photo)

#ConsumerProtection | #GujaratConsumerRights | #ConsumerHelpline | #ConsumerAdvisory | #CustomerSupport | #ConsumerClaims | #CustomerAwareness | #ConsumerCenter | #ConsumerEmpowerment | #ConsumerSatisfaction | #ConsumerSafety

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code