Site icon Revoi.in

ભારતમાં પાંચ વર્ષમાં 4800થી વધારે વિદેશી નાગરિકોને નાગરિકતા અપાઈ

Social Share

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં 4800થી વધારે વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. વર્ષ 2021માં સૌથી વધારે 1773 જેટલા વિદેશી નાગરિકોને નાગરિકતા આપવામાં આવી હતી. તેમ લોકસભાના બજેટ સત્ર દરમિયાન ભારતીય નાગરિકતા અંગે પૂછવામાં સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે નાગરિકતા અધિનિયમ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 4,844 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. 2021માં 1773 વિદેશી, 2020માં 639, 2019માં 987, 2018માં 628 અને 2017માં 817 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.

નિત્યાનંદ રાય દ્વારા કેન્દ્રીય મંત્રીને કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકતા મેળવવાના કારણોની સ્પષ્ટતા સાથે છેલ્લા પાંચ વર્ષમાં કુલ વિદેશીઓની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું હતું. જવાબમાં, તેમણે કહ્યું, “પાત્ર વિદેશીઓને નાગરિકતા અધિનિયમની કલમ હેઠળ નોંધણી દ્વારા, કલમ 6 હેઠળ તટસ્થતા અથવા કલમ 7 હેઠળ પ્રદેશના સમાવેશ દ્વારા નાગરિકતા આપવામાં આવે છે.”