સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ, સિલિગુડી મોકલાઈ
અમદાવાદઃ ગુજરાતમાં નર્મદાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હોવાથી ખેતીમાં પણ વધારો થયો છે. તેમજ ગુજરાતમાંથી વિવિધ પાકની દેશના અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. દરમિયાન સૌરાષ્ટ્રમાંથી 500 મેટ્રીક ટનથી વધારે ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. કિશાન રેન્ક નામની ખાસ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો સિલિગુડી મોકલવામાં આવી છે. અગાઉ પણ ટ્રેન મારફતે ડુંગળીનો જથ્થો મોકલવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રનાં ધોરાજી, જેતપુર, જુનાગઢ, પોરબંદર તથા અન્ય ગામોનાં ખેડુતો પાસેથી રૂ. 450થી 500 સુધી પોષણક્ષમ ભાવો માં ડુંગળી ની ખરીદી કરાઈ હતી. ખેડૂતો પાસેથી લગભગ 500થી 600 મેટ્રીક ટન ડુંગળીની ખરીદીલ કરવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકાર અને પશ્વિમ રેલ્વે ભાવનગર ડિવિઝનનાં સહકારથી કિશાન રેન્ક નામની વિશેષ ટ્રેન મારફતે આ ડુંગળીનો જથ્થો સિલિગુડી મોકલવામાં આવ્યો છે. તાજેતરમાં આ ટ્રેન મારફતે ધોરાજીથી ગૌહાટી ડુંગળીનો જથ્થો મોકલવામાં આવ્યો હતો.