તાજેતરમાં કરવામાં આવેલા નવા એક અભ્યાસમાં વિલુપ્ત થઈ ચુકેલા વૃક્ષોની પ્રજાતિઓની ચોંકવાનારી સંખ્યા સામે આવી છે. સંશોધકોના મતે, ગત 250 વર્ષમાં વૃક્ષોની 500થી વધારે પ્રજાતિઓ ધરતી પરથી વિલુપ્ત થઈ ચુકી છે. આ આંકડા વિલુપ્ત થયેલા છોડની હાલની યાદીથી ચાર ગણા વધારે છે. રોયલ બોટેનિક ગાર્ડન, કેવ અને સ્ટોકહોમ યુનિવર્સિટીના સંશોધકોએ આંકડા સુધી પહોંચાડવા માટે દુનિયાભરમાં વિલુપ્ત થનારા છોડના રેકોર્ડનું વિશ્લેષણ કર્યું છે.
સંશોધનમાં સામે આવ્યું છે કે વૃક્ષોની કેટલી પ્રજાતિઓ વિલુપ્ત થઈ છે, તે કઈ પ્રજાતિઓ છે, ક્યાંથી ગાયબ થઈ અને ભવિષ્યમાં તેને રોકવા માટે શું બોધપાઠ લઈ શકાય છે.
પક્ષીઓ, સ્તનધારીઓ અને ઉભયચરોની ગાયબ થઈ ચુકેલી 217 પ્રજાતિઓની સરખામણીએ વિલુપ્ત થઈ ચુકેલા છોડની પ્રજાતિઓની સંખ્યા બે ગણાથી વધારે છે. વિલુપ્ત થનારી કેટલીક મુખ્ય પ્રજાતિઓ..
બેન્ડેડ ટ્રિનિટી- 1916માં શિકાગોમાં છેલ્લીવાર જોવામાં આવ્યું
ચિલી સેન્ડલવુડ- આ વૃક્ષ ચિલી અને ઈસ્ટર ટાપુની વચ્ચે જુઆન ફર્નાન્ડિઝ ટાપુમાં જોવા મળતો હતો.
સેન્ટ હેલેના ઓલિવ – પહેલીવાર 1805માં દક્ષિણ એટલાન્ટિકમાં સેન્ટ હેલેના ટાપુ પર મળી આવ્યો હતો. પરંતુ ઉધઈના હુમલા અને ફૂગ સંક્રમણને કારણે 2003માં આ વૃક્ષ સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયું.
પૃથ્વી પર જીવન વૃક્ષો પર નિર્ભર કરે છે. તે આપણે ઓક્સિજન અને ભોજન આપે છે. વૃક્ષોના વિલુપ્ત થવાનથી તેમના પર નિર્ભરતા ધરાવતા જીવોના વિલુપ્ત થવાનો ખતરો પણ વધવાની શક્યતા છે. તેમાં મનુષ્ય પણ સામેલ છે.
ટાપુઓ, ઉષ્ણકટિબંધીય અને ભૂમધ્યસાગરીય જળવાયુ ક્ષેત્રોમાં વૃક્ષોના વિલુપ્ત થવાનો દર વધારે હોવાનું સામે આવ્યું છે.
વૈજ્ઞાનિકો આનું મુખ્ય કારણ માનવીય હસ્તક્ષેપ માને છે. ઘણાં દેશોમાં જંગલોને ખેતી માટે ઉપયોગમાં લેવાનું શરૂ કરાયું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એવા ઘણાં વૃક્ષો છે કે જેમા ભોજન અથવા ઔષધિ તરીકેના ઉપયોગની સંભાવનાઓને શોધતા પહેલા જ તે વિલુપ્ત થઈ જશે.
વૃક્ષોની પ્રજાતિઓની વિલુપ્તિને રોકવા માટે સંશોધકોએ ઘણાં ઉપાયો સૂચવ્યા છે. આ ઉપાયો પ્રમાણે-
પોતાની આસપાસના વૃક્ષોનો રેકોર્ડ રાખવામાં આવે.
હર્બેરિયાનું સમર્થન કરવામાં આવે, તે વૈજ્ઞાનિક અભ્યાસના ઉપયોગ માટે બનાવવામાં આવેલા સંરક્ષિત વૃક્ષોના નમૂના અને સંબંધિત આંકડાઓનો એક સંગ્રહ છે.
મહત્વપૂર્ણ સંશોધન કરનારા વનસ્પતિ વૈજ્ઞાનિકોનું સમર્થન કરો
બાળકોને સ્થાનિક વૃક્ષો દેખાડવા અને તેની ઓળખ આપવી