Site icon Revoi.in

ત્રણ દિવસમાં 51,000 થી પણ વધુ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના કર્યા દર્શન

Social Share

નવી દિલ્હીઃ હાલ, ચારઘામ યાત્રાના અંતર્ગત શ્રદ્ધાળુઓનો માનવમેળો ઉમટી પડ્યો છે. તેના કારણે દિવસે અને દિવસે ચારધામ યાત્રામાં આવતા તમામ તીર્થસ્થળ પર ભૂતકાળની સરખામણીમાં લોકોને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી સરકાર દ્વારા દરરોજ ચારધામ યાત્રા દરમિયાન જે સ્થળે માનવ મહેરામણ જોવા મળી રહ્યું હોય છે. તે તીર્થસ્થળના દર્શન કરેલા શ્રદ્ધાળુઓની સંખ્યાના આંકડાઓ જાહેર કરવામાં આવે છે.

તો જમ્મુમાં 29 જૂનના રોજ શરુ કરવામાં આવેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 51,000 શ્રદ્ધાળુએ દર્શન કર્યા હતાં. તો આજરોજ 6537 લોકોને લઈને વધુ એક શ્રદ્ધાળુઓનો કાફલો અમરનાથ ધામના દર્શન કરવા માટે ભારતીય સૌનિકોના રક્ષાકવચ હેઠળ નીકળી પડ્યો છે. તો ભારતીય સૈનિકોએ જણાવ્યું છે કે, 6537 શ્રદ્ધાળુઓ ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયા છે. તેમાંથી 2106 તીર્થયાત્રીઓ બાલટાલ બેસ કેમ્પ માટે રવાના થયા છે. તો 4431 તીર્થયાત્રીઓ વહેલી સવારે નુનવાન બેસ કેમ્પ માટે રવાના થયા છે.

તો હવામાન વિભાગે જમ્મુથી અમરનાથ જતા ક્ષેત્રોમાં વાદળછાયું વાતાવરણ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આ વર્ષ તીર્થયાત્રીઓની સેવા માટે જમ્મુથી અમરનાથ ધામ સુધી 7000 થી વધુ સેવા સહાયકો રસ્તામાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત જમ્મુથી અમરનાથ આવતા તમામ રેલવે સ્ટેશન પર 3 જુલાઈ સુધી વધારેમાં વધારે ટ્રેન પરિવહન કરવાનો નિર્ણય લીધો છે. તો જમ્મુથી અમરનાથ ધામ સુધી સરકાર દ્વારા હેલિકોપ્ટર સેવા પણ અવિરત પણે શરુ કરવામાં આવી છે.