દેશના 55થી વઘુ જીલ્લાઓમાં નવજાત મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ અને નેશનલ સ્તરે સુઘારો – ICMR
દિલ્હીઃ- દેશભરમાં નવજાત બાળકોના મૃ્યુદરમાં સુધારો જોવા મળ્યો છએ જો કે રાષ્ટ્રીય સરેશરાશ કરતા આ દર 60 જીલ્લાઓમાં વઘુ જોવા મળે છે, પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના 59 ટકા જિલ્લાઓમાં નવજાત મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. તેના નિવારણ માટે, નવી દિલ્હી સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ એક અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે.
જાણકારી પ્રમાણે ભારતમાં દર 1 હજાર નવજાત શિશુઓ પર લગભગ 20 મૃત્યુ થઈ રહ્યા છે. તેમાંથી 26 ટકા મૃત્યુ જન્મના 24 કલાકમાં જ થાય છે પરંતુ ઘણા રાજ્યોમાં મૃત્યુનો આ આંકડો ઘણો વધારે જોવા મળે છે
જો કે આ મમાલે દેશભરની સરખામણી કરઈએ તો હાલ સ્થિતિ સુધરતી જોવા મળી છે. ICMR અનુસાર, 2014માં રાષ્ટ્રીય સ્તરે નવજાત મૃત્યુદર 26 હતો, જે ઘટીને 20 થયો છે. છેલ્લા નવ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે સુધારો થયો છે, પરંતુ 430 જિલ્લાઓમાં હજુ સુધારો થવાનો છે. જે જિલ્લાઓમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે તેમાં ઉત્તર પ્રદેશમાં 18, મધ્ય પ્રદેશમાં 13, ઓડિશામાં છ, રાજસ્થાનમાં પાંચ, છત્તીસગઢ અને ગુજરાતમાં ચાર-ચાર અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
જો 2030 સુધીમાં મૃત્યુદરને સિંગલ ડિજિટમાં લાવવાનો છે એટલે કે 1000 જન્મ દીઠ 10 કરતાં ઓછા મૃત્યુ, તો આ જિલ્લાઓમાં ઘણો સુધારો કરવો પડશે. આ સહીત વર્ષ 2019-20 માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (HIMS) ના ડેટા દર્શાવે છે કે તે જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ 63-63 ટકા નોંધાયો છે.
એક ભ્યાસ મુજબ દેશમાં દર વર્ષે નવજાત શિશુઓ વિવિધ કારણોસર મૃત્યુ પામે છે. મુખ્ય કારણોમાં પ્રિમેચ્યોરિટી અને ઓછું જન્મ વજન (46.1%), જન્મ અસ્ફીક્સિયા અને જન્મજાત ઇજા (13.5%), નવજાત ન્યુમોનિયા (11.3%), બિન-સંચારી રોગો (8.4%) અને સેપ્સિસ (5.7%) હતા.