Site icon Revoi.in

ગુજરાતમાં 55 લાખથી વધારે વાહનો સ્ક્રેપ કરાશે ?

Social Share

અમદાવાદઃ ભારતમાં 20 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અસર ગુજરાતના માર્ગો ઉપર ફરતા 55 લાખથી વધારે વાહનોને થવાની શકયતા છે. આ વાહનો 20 વર્ષની અવધિ વટાવી ચુક્યાં છે. રાજ્યના માર્ગો ઉપર હાલ 3 કરોડ જેટલા વાહનો દોડે છે. જેમાં સૌથી વધારે પોણા બે કરોડ જેટલા દ્રીચક્રીય વાહનો છે. સરકારની પોલિસીમાં ફોરવ્હિલર્સ વધારે આવતા હોવાથી ટુવ્હિલર્સ વાહનોને આ પોલિસીની પ્રભાવી અસર થશે નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં જૂના વાહનોને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે તેનાથી પ્રદૂષણને કંટ્રોલમાં લઇ શકાશે. રાજ્યમાં 8.26 લાખ ટ્રાન્સપોર્ટ અને 47.49 લાખ નોન ટ્રાન્સપોર્ટ મળીને કુલ 55.76 લાખ જેટલા વાહનો વર્ષ 2001માં નોંધાયાં હતા. જેથી આ વાહનોને આગામી દિવસોમાં સ્ક્રેપ કરવામાં આવે તેવી શકયતા છે. રાજ્યમાં 2018-19ની સ્થિતિએ 26.80 લાખ ટ્રાન્સપોર્ટ અને 2.25 કરોડ નોન ટ્રાન્સપોર્ટ મળીને કુલ 2.52 કરોડ વાહનો નોંધાયેલા છે. રાજ્યમાં સૌથી વધુ 1.58 કરોડ દ્વિચક્રી વાહનો છે. જો કે 2019-20માં વાહનોની સંખ્યા ત્રણ કરોડ સુધી પહોંચી છે. જેમાં પોણા બે કરોડની આસપાસ તો દ્વિચક્રી વાહનો છે.