Site icon Revoi.in

ભારતીય સરહદ ઉપર એક વર્ષમાં પાકિસ્તાનના 60થી વધારે ડ્રોનની ગેરકાયગદે પ્રવૃતિ જોવા મળી

Social Share

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર પાકિસ્તાનની આતંકવાદી ડ્રોનની મદદથી હથિયારો અને માદવ દ્રવ્યો મોકલતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષમાં 60થી વધારે ડ્રોનની ગતિવિધીઓ જોવા મળી હતી. જેમાંથી સુરક્ષાદળોને 40થી વધારે ગતિવિધીઓ શોધી કાઢ્યાં છે. આ ઉપરાંત એકે-47, એકે-56 અને કાર્બાઈન જેવા હથિયારો પણ મળી આવ્યા છે. ડ્રોનમાંથી છોડવામાં આવેલ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પણ મળી આવ્યું છે. ડ્રોને લગભગ 20 વખત ડ્રગ્સની મદદથી સપ્લાય કરવામાં આવ્યું છે. ડ્રોન દ્વારા પણ IED મોકલવામાં આવ્યા હતા. IED મોકલવાના ચારથી પાંચ કેસ પણ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 27 જૂને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. દેશમાં આ પહેલો ડ્રોન હુમલો હતો. 27 જૂનના રોજ જ જમ્મુના ભટિંડીમાંથી 5 કિલો IED મળી આવ્યો હતો, જે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો. તા. 16 જુલાઈના રોજ અખનૂરમાં પોલીસે 6 કિલો IED વહન કરતા ડ્રોનને તોડી પાડ્યું હતું. 3 ઓક્ટોબરે જમ્મુના ફ્લાયમેન મંડલમાં ડ્રોનમાંથી છોડવામાં આવેલા હથિયારો મળી આવ્યા હતા. 4 જૂને રાજોરી LoC પર ડ્રોનથી છોડવામાં આવેલા શસ્ત્રો મળી આવ્યા હતા. 9 સપ્ટેમ્બરના રોજ રાજોરીમાં શસ્ત્રો છોડ્યા બાદ હથિયાર લેનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની આતંકવાદીઓ દ્વારા ચાઈનીઝ ડ્રોનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવતિ માટે કરવામાં આવે છે.

નવા વર્ષમાં DRDO, BSF અને SSGની મદદથી એન્ટી ડ્રોન સિસ્ટમ પણ વિકસાવશે. જેની મદદથી ડ્રોનની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. આ માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. IB ઉપરાંત મહત્વની જગ્યાઓ પર તેમની પોસ્ટિંગ થશે.

(PHOTO-FILE)