Site icon Revoi.in

વર્ષ 2022 માં 6,500 થી વધુ URL બંધ કરવાની સૂચનાઓ અપાઈ  – કેન્દ્રીય મંત્રી 

Social Share

દિલ્હી:  હાલ સંસદમાં સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ દ્રારા અનેક બાબતો માહિતી શેર કરવામાં આવી રહી છે ત્યારે વિતેલા દિવસને બુધવારના રોજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વર્ષ 2022માં કુલ 6,775 યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે કે URL ને બંધ કરવાની સૂચના જારી કરી હતી.

આ વાત તેમણે લોકસભામાં અતારાંકિત પ્રશ્નના લેખિત જવાબમાં આપી ત્યારે મંત્રી ચંદ્રશેખરે કહ્યું હતું કે સરકાર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ પર દખલ કરતી નથી અથવા નિયંત્રિત કરતી નથી. ઉપરાંત, વપરાશકર્તાઓ પર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ પ્રતિબંધ લાદતો નથી. લધુમાં તેમણે કહ્યું કે  IT નિયમો-2021 મધ્યસ્થીઓ પર ચોક્કસ જવાબદારી મૂકે છે કે કોઈ મધ્યસ્થી, તેની ફરજો નિભાવતી વખતે, બંધારણ હેઠળ નાગરિકોને આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરશે નહીં.

તેમણે કહ્યું કે આ સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-2000 દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એચલે કે ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા કોડ ઑફ કન્ડક્ટ નિયમો, 2021માં સુધારાની સૂચના બહાર પાડી છે.

આ નિયમો મધ્યસ્થીઓ પર ચોક્કસ જવાબદારીઓ લાદે છે કે કઈ પ્રકારની માહિતી હોસ્ટ કરવી, પ્રદર્શિત કરવી, અપલોડ કરવી, પ્રકાશિત કરવી, ટ્રાન્સમિટ કરવી, સ્ટોર કરવી કે શેર કરવી.માહિતી મુજબ, મધ્યસ્થીઓએ હાલના સમય માટે અમલમાં રહેલા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રીને દૂર કરવાની આવશ્યકતા છે, જ્યારે તેમને કોર્ટના આદેશ દ્વારા અથવા સરકાર અથવા તેની કોઈપણ અધિકૃત એજન્સીઓ દ્વારા નોટિસ દ્વારા આવું કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. માટે કહેવામાં આવે છે.

આ સાથે જ એમ પ મકહેવામાં આવ્યું કે કોઈ મધ્યસ્થી નોંધપાત્ર સોશિયલ મીડિયા મધ્યસ્થી હોય અને ભારતમાં 50 લાખથી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ હોય, તો તે ભારતમાં ફરિયાદ અધિકારી, મુખ્ય અનુપાલન અધિકારી અને નોડલ અધિકારીની નિમણૂક કરવાના મામલે કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરશે.