Site icon Revoi.in

કચ્છના હરામીનાળામાંથી વધુ 7 પાકિસ્તાની બોટ પકડાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે દરિયો અને જમીની સીમાથી જોડાયેલો છે. તાજેતરમાં જ કચ્છના હરામીનાળામાંથી 11 બોટ મળી આવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં આજે વધુ 7 બોટ ઝડપી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના હરમીનાળામાંથી તાજેતરમાં 11 પાકિસ્તાની બોટ તથા છ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. સમગ્ર વિસ્તારમાં બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે વધુ સાત જેટલી પાકિસ્તાની બોટ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. જેથી બોટમાં સવાર લોકોની શોધખોળ આરંભી હતી. તાજેતરમાં બીએસએફ દ્વારા તપાસ કરવામાં 20 જેટલી બોટ જોવા મળી હતી. દરમિયાન આજે વધુ સાત જેટલી પાકિસ્તાની બોટ મળી આવી હતી.