Site icon Revoi.in

દેશમાં 85 કરોડથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ સસ્તા ડેટાનો લઈ રહ્યા છે આનંદ – બેંગ્લુરુમાં G20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રીઓની બેઠકમાં પીએમ મોદી

Social Share

દિલ્હીઃ- ભારત વર્ષ 2023 દરમિયાન આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અનેક બેઠકો મળી રહી છે જેમાં દેશ વિદેશના મંત્રીઓ હાજરી આપી રહ્યા છએ ત્યારે આજે 19 ઓએગસ્ટના રોજ કર્ણટાકના બેંગલુરુ ખાતે જી 20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રીઓની બેઠક મળઈ છે જેમાં  પીએમ મોદીએ આ બેઠકને વર્ચ્યુએલ રીતે સંબોધિત કરી હતી અને આ દરમિયાન તેમણે ડિજિટલ ક્ષેત્રમાં ભારતની પ્રગતિની ગાથા વર્ણવી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા બેંગલુરુમાં આયોજિત G20 ડિજિટલ ઈકોનોમી મિનિસ્ટર્સ મીટને સંબોધિત કરી હતી.

પ્રાપ્ત વિહત પ્રમાણે બેઠકમાં ડિજિટલ પ્રણાલી પર પ્રગતિ જે રીતે ભારત દેશ કરી રહ્યો છે તેની વાત કરવામાં આવી હતી જેમાં ભારતના લોકોને મળતી ડેટા સુવિઘાથી લઈને ઈન્ટરનેટ યૂઝર્સની વાતનો ઉલ્લેખ પીએમ મોદીએ કર્યો હતો.

પીએમ મોદીએ આજરોજ સંબોધન દરમિયાન કહ્યું હતું કે આજે ભારતમાં 85 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે જેઓ વિશ્વમાં સૌથી સસ્તો ડેટાનો આનંદ માણી રહ્યા છે. અમે શાસનને વધુ કાર્યક્ષમ, સમાવિષ્ટ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ લીધો છે જે આપણે જોઈ પણ શકીએ છીએ.

છેલ્લા 9 વર્ષોમાં ભારતમાં થયેલા અભૂતપૂર્વ ડિજિટલ પરિવર્તન માટે વડાપ્રધાને 2015માં ડિજિટલ ઈન્ડિયા પહેલ શરૂ કરવાનો શ્રેય આપ્યો હતો. તેમણે રેખાંકિત કર્યું કે ભારતનું ડિજિટલ રૂપાંતરણ તેની નવીનતામાં અવિશ્વસનીય માન્યતા અને ઝડપી અમલીકરણ માટેની તેની પ્રતિબદ્ધતા દ્વારા સશક્ત છે જ્યારે કોઈ પણ પાછળ ન રહે તેવી સમાવેશની ભાવનાથી પ્રેરિત છે.

આ સહીત આ પરિવર્તનના સ્કેલ, ઝડપ અને અવકાશ પર પ્રકાશ પાડતા, વડાપ્રધાને ભારતના 850 મિલિયન ઈન્ટરનેટ વપરાશકર્તાઓનો ઉલ્લેખ કર્યો જેઓ વિશ્વમાં સૌથી સસ્તો ડેટા ખર્ચનો આનંદ માણે છે. શ્રી મોદીએ શાસનમાં પરિવર્તન લાવવા અને તેને વધુ કાર્યક્ષમ, સમાવિષ્ટ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા પર સ્પર્શ કર્યો અને આધારનું ઉદાહરણ આપ્યું – 1.3 બિલિયનથી વધુ લોકોને આવરી લેતું ભારતનું અનન્ય ડિજિટલ ઓળખ પ્લેટફોર્મ. તેમણે JAM ટ્રિનિટી- જન ધન બેંક એકાઉન્ટ્સ, આધાર અને મોબાઇલનો ઉલ્લેખ કર્યો જેણે નાણાકીય સમાવેશ અને UPI પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિ લાવી છ

તેમણે બેઠકના આરંભે કહ્યું કે “ભારતનું ડિજિટલ પરિવર્તન તેની નવીનતામાં અવિશ્વસનીય માન્યતા અને ઝડપી અમલીકરણ માટેની તેની પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત છે” “રાષ્ટ્ર શાસનમાં પરિવર્તન લાવવા અને તેને વધુ કાર્યક્ષમ, સમાવિષ્ટ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યું છે” “ભારતનું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે સ્કેલેબલ, સુરક્ષિત અને સમાવિષ્ટ ઉકેલો પ્રદાન કરે છે” “આવી વિવિધતા સાથે, ભારત ઉકેલો માટે એક આદર્શ પ્રયોગશાળા છે. જે સોલ્યુશન ભારતમાં સફળ થાય છે તેને વિશ્વમાં ગમે ત્યાં સરળતાથી લાગુ કરી શકાય છે.

આ સાથએ જ પીએમ મોદીએ દેશના દરેક ક્ષેત્રને જે રીતે ડિજિટલ પ્રણા્લી સાથએ જોડવામાં આવ્યું છે તે વાતનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ઈન્ટરનેટ માટે વૈશ્વિક રીઅલ-ટાઇમ પેમેન્ટના 45 ટકાથી વધુ ભારતમાં થાય છે. કોવિડ પોર્ટલ ભારતની રસીકરણ અભિયાનને સમર્થન આપે છે. અમે ‘ભાસિની’ નામનું AI-સંચાલિત ભાષા અનુવાદ પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ. તે ભારતમાં તમામ વિવિધ ભાષાઓમાં ડિજિટલ સમાવેશને સમર્થન આપતું જોવા મળશે.આ સાથે જ ઈન્ડિયા ડિજિટલ ટ્રાન્ફફર્મેશન અંગે વિગતવાર વાત કરી છે.