પાકિસ્તાનમાં શિક્ષિત બેરોજગારી વધીઃ સેવકની જગ્યા માટે 15 લાખ લોકોએ કરી અરજી
દિલ્હીઃ આતંકવાદીઓના પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનમાં બેરોગજારી ઉચ્ચતમ સ્તર પર પહોંચી છે. સરકારી વિભાગમાં પ્યૂન એટલે કે સેવકના એક પદ માટે 15 લાખ લોકોએ અરજી કરી છે. ઇમરાન ખાન સરકાર લોકોને રોજગારી પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયાં છે. પાકિસ્તાન ઈન્સ્ટીટ્યુ ઓફ ડેવલપમેન્ટ ઈકોનોમિક્સ (પીઆઈડીઈ)ના આંકડા અનુસાર પાકિસ્તાનમાં બેરોજગારી દર 16 ટકા સુધી પહોંચી ગયો છે. આ ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકારને 6.5 ટકાના દાવાથી ઉલ્ટું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર પીઆઈડીઈએ બેરોજગારીની વધતા દરની એક ગંભીર તસ્વીર જાહેર કરી છે અને કહ્યું છે કે, દેશમાં આ સમયમાં ઓછામાં ઓછા 24 ટકા શિક્ષિત લોકો બેરોજગાર છે. આ યોજના અને વિકાસ પર સીનેટની સ્થાયી સમિતિ પોતાની બ્રીફીંગમાં પીઆઈડીઈએ કહ્યું કે, સમગ્ર દેશમાં 40 ટકા શિક્ષિત મહિલાઓ પણ બેરોજગાર છે. રિપોર્ટ અનુસાર ઉચ્ચ ન્યાયાલયમાં એક સેવકના પદ માટે ઓછામાં ઓછા 15 લાખ લોકોએ અરજી કરી છે. અધિકારીઓએ કહ્યું હતું કે, નોકરી માટે અરજી કરનારા એમફિલની ડીગ્રી ધારક સામેલ છે.