કેરળના કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક કિલોથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું
- કસ્ટમે કેરળમાંથી એક કિલો સોનું જપ્ત કર્યું
- કોચીન એરપોર્ટ પરથી 48 લાખ રૂપિયાનું સોનું જપ્ત
- કસ્ટમ કરી રહી છે આ કેસની તપાસ
તિરુવનન્તપુરમ:કેરળમાં કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સે રૂ. 48 લાખની કિંમતનું 1.005 કિલો સોનું જપ્ત કર્યું છે.
કેસની તપાસ શરુ
કસ્ટમ્સે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. આ સોનું ક્યાંથી લાવવામાં આવતું હતું તે અંગે હજુ સુધી માહિતી મળી નથી.
તેલંગાણામાં એક કિલોથી વધુ સોનું જપ્ત
અગાઉ, કસ્ટમ્સે 17 જુલાઈએ તેલંગાણાના રાજીવ ગાંધી એરપોર્ટ પરથી એક કિલોગ્રામથી વધુ સોનું જપ્ત કર્યું હતું. આ સોનું કુવૈતથી આવતા બે મુસાફરો પાસેથી જપ્ત કરવામાં આવ્યું હતું અને કહેવાય છે કે જપ્ત કરાયેલા સોનાની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હતી.
મિઝોરમમાં ગેરકાયદે સોપારી જપ્ત
શનિવારે કસ્ટમ્સે આસામ રાઈફલ્સ સાથે મળીને મિઝોરમમાં ગેરકાયદે સોપારી જપ્ત કરી હતી. જેમાં 100 બેગ ગેરકાયદે સોપારીનો સમાવેશ થાય છે.
જપ્ત કરાયેલા સામાનની કિંમત 57 લાખ રૂપિયાથી વધુ
બંને ઓપરેશનમાં જપ્ત કરાયેલા સામાનની કિંમત લગભગ 57 લાખ 64 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. કંપની ઓપરેટિંગ બેઝ ચાનફાઈ, મિઝોરમ રેન્જ આસામ રાઈફલ્સના COB જોખાવથર, કસ્ટમ વિભાગ ચંફાઈ અને લેન્ડ કસ્ટમ સ્ટેશન જોખાવથરની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા હાંસલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,એરપોર્ટ પરથી વધુ કિંમતનું સોનું મળવાની ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે ફરી એકવાર કેરળમાંથી આ ઘટના સામે આવી છે . હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.