1. Home
  2. ગુજરાતી
  3. યુપીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા,સીએમ યોગીના કડક આદેશ – ફરીવાર લાગશે તો પગલાં લેવાશે  
યુપીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા,સીએમ યોગીના કડક આદેશ – ફરીવાર લાગશે તો પગલાં લેવાશે  

યુપીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા,સીએમ યોગીના કડક આદેશ – ફરીવાર લાગશે તો પગલાં લેવાશે  

0
Social Share
  • યુપીમાં લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા
  • એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારાયા
  • સીએમ યોગીના કડક આદેશ
  • ફરીવાર લાગશે તો પગલાં લેવાશે

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દાવો કર્યો હતો કે,રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે અને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે કે જે લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા તેનો ફરીથી ઉપયોગ ન થાય.

શનિવારે સાંજે ઝાંસી પહોંચેલા મુખ્યમંત્રી યોગીએ જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી, વિકાસ કાર્યોની વિભાગીય સમીક્ષા કરી અને દાવો કર્યો કે,રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે. તેમણે અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે દૂર કરાયેલા લાઉડસ્પીકર ફરીથી ચાલુ ન થાય.

યોગીએ કહ્યું કે ધાર્મિક કાર્યક્રમો ધાર્મિક સ્થળોના પરિસરમાં સીમિત હોવા જોઈએ, રસ્તા પર કોઈ ઉત્સવનું આયોજન ન કરવું જોઈએ અને આ કાર્યક્રમોથી સામાન્ય નાગરિકોને કોઈ અસુવિધા ન થવી જોઈએ.

નોંધનીય છે કે,રાજ્યમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા ગેરકાયદે લાઉડસ્પીકરોને હટાવવા અને અન્ય લાઉડસ્પીકરના અવાજને નિર્ધારિત મર્યાદા સુધી મર્યાદિત કરવાની ઝુંબેશ 25 એપ્રિલથી શરૂ થઈ હતી અને 1 મે સુધી ચાલી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code