અયોધ્યા: રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના ખાતામાં 1,511 કરોડ આવ્યા, 27 ફેબ્રુઆરી સુધી ચાલશે આ અભિયાન
- રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી
- ટ્રસ્ટના ખાતામાં 1,511 કરોડ રૂપિયા આવ્યા
- 27 ફેબ્રુઆરી સુધી ચાલશે આ અભિયાન
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દાનની સરવાણી વહી રહી છે. રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે રચાયેલ ટ્રસ્ટ,’શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ’ના ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજે શુક્રવારે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને અત્યાર સુધીમાં 1,511 કરોડ રૂપિયાના દાનની પ્રાપ્તિ થઇ ચુકી છે.
અયોધ્યામાં મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટેની આ ઝુંબેશ ગયા મહિને શરૂ થઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મકરસંક્રાંતિ પર શરૂ કરાયેલા આ દેશવ્યાપી અભિયાન દ્વારા 30 દિવસમાં 1,511 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે.
દેવ ગિરીએ કહ્યું કે, ‘અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે આખો દેશ દાનની સરવાણી વહાવી રહ્યો છે. અમારું ઉદ્દેશ એ છે કે, આપણું દાન વધારવા માટેની આ ઝુંબેશ દરમિયાન અમે દેશભરમાં 4 લાખ ગામડા અને 11 કરોડ પરિવારો સુધી પહોંચ્યા. અમે 15 મી જાન્યુઆરીથી દાન એકત્ર કરવા માટે આ અભિયાન ચલાવી રહ્યા છીએ. અમે આ અભિયાન 27 ફેબ્રુઆરી સુધી શરૂ રાખીશું. આ અભિયાનના ઉદ્દેશ્ય માટે હું સુરતમાં આવ્યો છું. લોકો ટ્રસ્ટમાં ફાળો આપી રહ્યા છે. 492 વર્ષ પછી, લોકોને ધર્મ માટે કંઈક કરવાની તક મળી છે.
રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવે કહ્યું કે, રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના ખાતામાં અત્યાર સુધીમાં 1,511 રૂપિયા જમા થયા છે.
9 નવેમ્બર 2019ના રોજ ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની બેંચના પાંચ ન્યાયાધીશોએ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે, આ સમગ્ર વિવાદિત જમીન બાંધકામ માટે 2.7 એકરમાં ફેલાયેલી છે. મંદિરની સ્થાપના ટ્રસ્ટને સોંપવામાં આવશે,જે સ્થળ પર રામ મંદિરના નિર્માણની દેખરેખ રાખશે.
ફેબ્રુઆરી 2020 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની દેખરેખ રાખવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થસ્થળ બનાવવાની ઘોષણા કરી હતી.5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.
-દેવાંશી