Site icon Revoi.in

APSEZની નવી ડીલ વિશે મોર્ગન સ્ટેનલીએ કરી ઉત્સાહવર્ધક આગાહી

Social Share

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની (APSEZ) શાખમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં કોલકાતા પોર્ટના કન્ટેનર ટર્મિનલના સંચાલન અને જાળવણીના નવા કોન્ટ્રાક્ટ બાદ મોર્ગન સ્ટેનલીએ કંપની માટે ઉત્સાહવર્ધક આગાહી કરી છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હાઉસ મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર કંપનીને મળેલો આ નવો કોન્ટ્રાક્ટ પોર્ટ ઓપરેટરના વોલ્યુમ અને કમાણીમાં વૃદ્ધિમાં કરાવી શકે છે. APSEZએ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી બંદરનો નેતાજી સુભાષ ડોકનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ જીત્યો છે.

નવા કોન્ટ્રાક્ટથી APSEZને તેના કોલંબો અને વિઝિંજામ ખાતેના ટ્રાન્સ-શિપમેન્ટ હબ્સ સાથે સિનર્જી ચલાવવામાં મદદ કરશે. ફાઇલિંગમાં જણાવ્યા પ્રમાણે આ વર્ષે તે કમિશન કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. મોર્ગનના જણાવ્યા અનુસાર, તે અપેક્ષા કરતાં વધુ ઝડપી વોલ્યુમ વૃદ્ધિ અને કમાણીમાં વધારો કરાવશે.

કોલકાતા પોર્ટ ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ અને ટ્રેડ રૂટ પર ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ માટે નામાંકિત બંદર છે. નેતાજી સુભાષ ડોક પર સિંગાપોરના હબ બંદરો, પોર્ટ કેલાંગ અને કોલંબોથી નિયમિત લાઇનર સેવાઓ આવે છે. આ ડોક પર APSEZ ના ઓપરેશનથી ટર્મિનલ અને તેના કન્ટેનર બંદરો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધરો થવાની વકી છે, ખાસ કરીને વિઝિંજમ અને કોલંબો ખાતેના ટ્રાન્સશિપમેન્ટ હબ સાથે કે જે એકાદ વર્ષમાં ચાલુ થવાનું લક્ષ્યાંકિત અનુમાન છે.

બ્રોકરેજે જણાવ્યું હતું કે, કંપની રોકડ પ્રવાહ અને મૂલ્ય-વૃદ્ધિ એક્વિઝિશનની અપેક્ષા પણ રાખી શકે છે. જ્યારે મેક્રો અથવા સૂક્ષ્મ પરિબળોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક નકારાત્મક જોખમો હોઈ શકે છે.  મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગમાં ઘટાડો કંપનીને પણ અસર કરી શકે છે.

અદાણી પોર્ટ્સ પશ્ચિમના દરિયાકિનારે સાત અને પૂર્વ કિનારે આઠનું બંદરો અને ટર્મિનલ્સનું સંચાલન કરે છે. દેશના બંદરો દ્વારા હેન્ડલ કરવામાં આવતા માલસામાનના જથ્થા પૈકી 27 ટકા અદાણી પોર્ટસ પરથી પસાર થાય છે. અદાણી પોર્ટસ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ગ્રેડ A વેરહાઉસ અને ઔદ્યોગિક આર્થિક ઝોન સહિતની સંકલિત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ અને સવલતો સહિત પોર્ટ્સ ટુ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ ધરાવે છે.