એવુ કહેવામાં આવે છે કે જો સવારમાં પણ થોડો નાસ્તો કરીને ઘરની બહાર નીકળવામાં આવે તો બપોર સુધી શરીરમાં એનર્જી બની રહે છે, બપોર જલ્દી ભૂખ પણ લાગતી નથી અને લાંબો સમય કામ કરી શકાય છે પણ કેટલાક લોકોને સવારના નાસ્તાની આદત હોતી નથી. પણ આવામાં જો વાત કરવામાં આવે ટેસ્ટી અને હેલ્થી ઓટ્સની રેસિપીની તો લોકોએ એક વાર તો આને સવારના નાસ્તાની જેમ ટ્રાય કરવી જોઈએ.
જો સૌથી પહેલા ઓટ્સ ઈડલીની વાત કરવામાં આવે તો આ માટે તમારે શેકેલા ઓટ્સ સિવાય મીઠું, દહીં, તેલ, સરસવ, કરી પત્તા, ચણાની દાળ, અડદની દાળ અને લીલાં મરચાંની જરૂર પડશે. ઓટ્સને એક કડાઈમાં શેકીને તેનો પાવડર બનાવી લો. તેમાં દહીં અને મીઠું ઉમેરો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવ, અડદની દાળ, ચણાની દાળ, કઢી પત્તા અને લીલા મરચાંને સાંતળો. આ મસાલાને દહીંમાં પલાળેલા ઓટ્સમાં ઉમેરો અને બેટર તૈયાર કરો. આ બેટર જાડું હોવું જોઈએ અને તેને ઈડલીના તપેલામાં નાખીને તેને સ્ટીમ કરો.
આ ઉપરાંત હજુ એક છે જે છે ઓટ્સ ઉપમા કે જેમાં બનાવવા માટે તમારે પલાળેલા ઓટ્સ, હળદર, મીઠું, સમારેલા લીલા મરચાં, કરી પત્તા, ડુંગળી, વટાણા અને કેપ્સિકમની જરૂર પડશે. આ સિવાય તમારે અડદની દાળ, તેલ, સરસવના દાણા, લીંબુ અને નારિયેળ પાવડરની પણ જરૂર પડશે. એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ઓટ્સ, હળદર, મીઠું, સમારેલા લીલા મરચાં, કરી પત્તા નાખી થોડીવાર સાંતળો. હવે તેમાં એક કપ પાણી ઉમેરો. બીજી તરફ બીજી કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવના દાણા તળી લો. હવે એક કડાઈમાં અડદની દાળને સરસવના દાણા સાથે મૂકો અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. તેમાં ડુંગળી અને હળદર ઉમેરો, તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ મસાલાને ઓટ્સમાં ઉમેરો અને તેને રાંધવા માટે છોડી દો.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.