Site icon Revoi.in

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારની કરી જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની મોરબા હડફ બેઠક ખાલી છે. આ બેઠક ઉપર આગામી તા. 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ બેઠક ઉપર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસે આ બેઠક ઉપર સુરેશ કટારાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની મોરવા હડફ બેઠક આદિવાસી ઉમેદવાર માટે રિઝર્વ છે. પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાટનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી. જેથી ચૂંટણી પંચ દ્વારા આ બેઠક ઉપર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ બેઠક ઉપર મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના સરપંચ સુરેશ કટારાને મેદાનમાં ઉતાર્યાં છે. સુરેશ કટારાને ઉમેદવાર બનાવવામાં આવતા તેમના સમર્થકોમાં ખુશી ફેલાઈ છે. તેઓ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

મોરવા-હડફ બેઠક ઉપર તા. 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. તેમજ આ બેઠક જીતવા માટે ભાજપ દ્વારા રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પણ પ્રાચાર શરૂ કરવામાં આવ્યો છે.