Site icon Revoi.in

રાજકોટમાં મચ્છરજન્ય કેસ વધ્યા, અત્યાર સુધીમાં ડેન્ગ્યુ 420થી વધારે કેસ

Social Share

રાજકોટ: એક તરફ દેશના મોટા શહેરમાં ઓમિક્રોનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં મચ્છરજન્ય કેસ વધી રહ્યા છે. વાત એવી છે કે રાજકોટમાં એક તરફ ઓમીક્રોનની દહેશત ફેલાઈ રહી છે ત્યારે મચ્છરજન્ય ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે.

છેલ્લા સપ્તાહમાં ખતરનાક ડેંગ્યુ તાવના વધુ 4 દર્દી નોંધાતા સિઝનના કુલ દર્દીઓનો આંક 428 ને પાર થઇ ગયો છે. તો મેલેરીયાના 1 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. આ દરમ્યાન ચકાસણીમાં ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવ જોવા મળતા અઠવાડિયામાં આવી 760 જગ્યાઓના સંચાલકો પાસેથી રૂા.3,650 હજારનો દંડ લેવામાં આવ્યો છે.

જયારે છેલ્લા એક અઠવાડિયામાં શરદી, ઉધરસના 206 કેસ, સામાન્ય તાવના કેસ 156 અને અને ઝાડા – ઉલટીના 48 કેસ, ટાઈફોઈડ તાવનો 1 કેસ અને ડોગ બાઈટના કેસ 292 દાખલ થયા છે. જેને લઈને હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. અને આરોગ્ય અધિકારી દ્વારા શરદી અને કફના દર્દીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે.

જો કે તે વાતમાં કોઈ શંકા નથી કે કોરોનાવાયરસ મહામારી પણ હજુ સુધી ખતમ થઈ નથી, લોકો દ્વારા જે બેદરકારી રાખવામાં આવે છે તે દેશની ભારે પડી શકે છે. કેટલાક લોકો આજે માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે તે લોકો દેશમાં નવી લહેર માટે જવાબદાર બની શકે છે.