- સોલા સિવિલમાં 1 મહિનામાં OPDમાં 1300થી વધારે કેસ
- 14 દિવસમાં 600થી વધારે બાળકો દાખલ કરાયાં
અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદમાંથી મેઘરાજાએ વિદાય બાદ મચ્છરજન્ય રોગચાળાએ અજગર ભડો લીધો છે. આ રોગચાળામાં મોટાઓની સાથે નાના બાળકો પણ સપડાઈ રહ્યાં છે. અમદાવાદની સોલા સિવિલમાં દોઢ મહિનામાં લગભઘ 1618 જેટલા બાળકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. જે પૈકી મોટાભાગના બાળકો મચ્છરજન્ય રોગચાળાનો સામનો કરી રહ્યાં હતા. શહેરમાં રોગચાળો વકરતા તંત્ર દોડતું થયું.
પ્રાપ્ત માહિતી અનુસાર સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સપ્ટેમ્બરમાં 21 જેટલા બાળકો સારવાર અર્થે આવ્યાં હતા. જે પૈકી 994 બાળકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. ઓકટોમ્બર મહિનામાં 14 દિવસમાં 106 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયાં હતા. જેમાં 49 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબર મહિનાના બે સપ્તાહમાં 624 જેટલા બાળકોને દાખલ કરી સારવાર આપવી પડી છે. જ્યારે ઓપીડીમાં 1300થી વધુ બાળકો નોંધાયા છે. સિવિલમાં સદનસીબે એકેય દર્દીનું મોત થયું નથી. કોરોનાનો કેર તો અટક્યો છે પરંતુ રોગચાળાના કેસ વધ્યા છે. તો બીજી તરફ શહેરની ખાનગી હોસ્પિટલોમાં શરદી, ખાંસી, તાવ, વાઈરલ ઈન્ફેક્શન, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિતના કેસમાં ઘટાડો નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ચોમાસાની વિદાય બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, સરકારે હોસ્પિટલોની સાથે ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રોગચાળાએ માથુ ઉચકાતા સફાળા જાગેલા મનપાએ દવાનો છંટકાવ અને ફોગીંગની કામગીરી તેજ બનાવી છે.