અમદાવાદ: શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છરોને કારણે મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. તેથી અમદાવાદ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો ટાળવા એક્શનમાં આવ્યું છે. જેના ભાગરૂપે વરસાદ પહેલા જ એટલે કે મચ્છરજન્ય રોગ ફેલાય નહી તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર સર્વેલન્સ કર્યું હતું. આ સર્વેલન્સમાં હાલ પણ કાર્યરત છે.
અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદ પહેલા થયેલા એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં સમગ્ર જિલ્લાના 17 લાખ વસ્તીમાં 3 લાખ 75 હજાર મકાનમાં સર્વે કરાયો હતો. અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવતા સ્થળોએ ચેકીંગ કર્યું હતું, જેમાંથી 1282 સ્થળોએ મચ્છરના કીટકો મળતા તેનો નાશ કરાયો હતા. મેલેરિયા વિભાગના કર્મચારીઓએ સ્પેશ્યલ ડ્રાઈવ યોજીને પોરા મળતા તેનો નાશ કર્યો હતો. તેમજ જિલ્લામાં પોરા ભક્ષક માછલીના ઉછેર કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જેના થકી ઠેર ઠેર ત્યાં ઉછેરવામાં આવતી માછલીઓ જ્યાં મચ્છર ઉત્પન્ન થાય તેવા સ્થળોએ મૂકવામાં આવી રહી છે. જેથી વરસાદ બાદ રોગચાળો ફેલાય નહી.
જિલ્લાના મેલેરિયા અધિકારીએ જણાવ્યું હતું કે, “મચ્છરજન્ય રોગચાળો આગોતરા આયોજન ભાગરૂપે માર્ચ મહિનાથી કામગીરી શરૂ કરી જે એપ્રિલ મહિનામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી પૂર્ણ કરી છે. આ સાથે જ મચ્છર ઉત્પતિ સ્થાનના સ્થળોએ નોટિસ પણ આપી છે. જેમાંથી મચ્છર ઉત્પતિ સ્થાન ધરાવતા 770 સ્થળોએ નોટિસ આપી છે. જેમાં ભંગારના વ્યવસાયકરો 307 અને ટ્યુબટાયરના દુકાનદારોને 463 લોકોને નોટિસ આપીને તકેદારી રાખવા ,ચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે, હાલ જિલ્લામાં એક ડેન્ગ્યુ અને પાંચ મેલેરિયાના એક્ટિવ કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો વકરે નહી તે માટે તંત્ર આગોતરું આયોજન પણ કર્યું હતું. તેમજ વરસાદ બાદ પ્રત્યેક તાલુકામાં એક એક જ્યારે દસક્રોઈ ,સાણંદ અને વિરમગામ તાલુકાના બે બે ટીમ સાથે કુલ 12 ટીમો તૈનાત કરી છે. જે સતત મચ્છરના ઉત્પતિ સ્થાનમાં ચેકીંગ કરીને તેને રોકથામ માટેની કામગીરી કરી રહ્યા છે