Site icon Revoi.in

દેશમાં મોટાભાગના કાર્યાલયો ભાડા પર – 75 ટકા ઇન્ટેલિજન્સ બ્યુરો પાસે પોતાની ઓફીસ નથીઃ- ભંડોળની માંગ વધારવા થશે ભલામણ

Social Share

દિલ્હીઃ- દેશમાં સ્થાનિક ઈન્ટેલિજન્સ બ્યુરોના 75 ટકા યુનિટ ભાડાના મકાનોમાં ચાલી રહ્યા છે. તેમના માટે આવનારા પાંચ વર્ષમાં પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ તેમનું  પોતાનું બિલ્ડિંગ આપવાનું આયોજન છે. સંસદીય સમિતિની ભલામણ પર, ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે આ યોજના માટે નાણાં મંત્રાલય પાસેથી વધારાના ભંડોળની માંગ કરવામાં આવશે.

આ અંગેના એક રિપોર્ટમાં જણાવાયું છે કે હાલમાં ઇન્ટેલિજન્સ બ્યુરોની પોતાની ઓફીસ માત્ર 20-25 ટકા યુનિટ્સ કાર્યરત પર છે. આ સિવાય 75 ટકાથી વધુ યુનિટ ભાડાની ઓફીસમાં ચાલે છે. કાર્યાલયના બાંધકામમાં ઝડપ લાવવા ગૃહ મંત્રાલય આ મામલો IB સાથે ઉઠાવી શકે છે. પર્યાપ્ત બજેટ ફાળવણી માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે.

હાલમાં આઈ 246 સ્થળોએ તેની ઓફિસની પોતાની બિલ્ડીંગ ધરાવે છે. પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમ્બ્રેલા સ્કીમ હેઠળ 28 સ્થળોએ આઈબી દ્વારા બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અન્ય 47 જગ્યાએ બાંધકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ સિવાય 32 જગ્યાએ જમીન ખરીદવામાં આવી છે. તેને ટૂંક સમયમાં કાર્યલાય સ્થાપિત કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, છત્ર યોજનામાં 112 નવી યોજનાઓ સહિત કુલ 295 પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમને મંજૂરી મળ્યા બાદ આગામી પાંચ વર્ષ માટે નાણા મંત્રાલય પાસેથી પૂરતું ભંડોળ માંગવામાં આવશે.