દિલ્હી:સામાન્ય લોકો પર ફરી એકવાર મોંધવારીનો માર પડ્યો છે.મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.મંગળવારથી મધર ડેરીનું દૂધ 2 રૂપિયા મોંઘુ થશે.મધર ડેરીએ કહ્યું છે કે ગાયના દૂધ અને ટોકનાઇઝ્ડ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નેશનલ કેપિટલ રિજન (NCR)માં ગ્રાહકોને મોટો ફટકો આપતા મધર ડેરીએ ફુલ ક્રીમ, ટોન્ડ અને ડબલ ટોન્ડ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો કર્યો છે.તે જ સમયે, ગાયના દૂધ અને ટોકન દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવેમ્બરની શરૂઆતમાં, મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 1 અને ટોકન દૂધના ભાવમાં રૂ. 2નો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
મધર ડેરીએ વર્ષ 2022માં દૂધના ભાવમાં પાંચ વખત વધારો કર્યો છે.નવીનતમ ભાવવધારા પહેલા, માર્ચ, ઓગસ્ટ, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.વારંવાર વધતા ભાવો પર સામાન્ય લોકોનું કહેવું છે કે,દૂધ જેવી જરૂરી વસ્તુ હવે ગરીબોની પહોંચની બહાર બની રહી છે.