Site icon Revoi.in

માતા પાર્વતી પણ અખંડ સૌભાગ્યવતિના આશિર્વાદ આપે,જો આ રીતે માથામાં સિંદૂર લગાડવામાં આવે તો

Social Share

દરેક સ્ત્રી માટે તેના પતિથી વધારે તો કઈ ના હોય, તે વાતમાં કોઈ શંકા નથી કે પહેલાના સમયમાં પણ, અત્યારે અને ભવિષ્યમાં દરેક સ્ત્રી માટે પોતાના પતિ કરતા વધારે મહત્વનું કઈ હોય નહીં, આવામાં દરેક સ્ત્રી ઈચ્છે કે તેના પતિનું આયુષ્ય વધારે લાંબુ થાય અને તેના માટે અનેક પ્રકારના વ્રત પણ કરે છે, જ્યારે વાત આવે પતિની ઉંમરની તો પત્ની દ્વારા તમામ પ્રકારના વ્રત કરવામાં આવે છે પણ એવામાં દરેક પરણિત સ્ત્રીએ તે વાત જાણવી જોઈએ કે માથામાં સિંદૂર લગાવવાની પણ એક રીત હોય છે.

જાણકારો અને શાસ્ત્રીઓના કહેવા પ્રમાણે પુરાણોની કથા અનુસાર જોઇએ તો સિંદૂરના લાલ રંગથી માતા સતી અને માતા પાર્વતીની ઊર્જાને અભિવ્યક્ત કરવામાં આવી છે. એમ પણ કહે છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપે છે. પણ, ઘણી ઓછી મહિલાઓને એ વાતનો ખ્યાલ હશે કે સિંદૂર લગાવવાની શાસ્ત્રોક્ત વિધિ અને મહત્તા શું છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ નાકની સીધી લાઈનમાં સિંદૂર લગાવવું જોઈએ. આડુ-અવળુ સિંદૂર લગાવવાથી પતિ સાથેના સંબંધો ખરાબ થાય છે અને પતિના ભાગ્યમાં ખોટ આવે છે. જો કોઈ લગ્ન કરેલી મહિલા આડુ અવળુ સિંદૂર લગાવે છે, તો તેના પતિ હંમેશા કોઈને કોઈ સમસ્યામાં રહે છે. જો તમે તમારા પતિનું સારું ઈચ્છતા હોવ તો એક સીધી લાઈનમાં સિંદૂર લગાવો.

મહિલાઓએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય પણ સિંદૂર સ્નાન કર્યા વગર લગાવવું જોઈએ નહીં. ઉપરાંત પોતાનું સિંદૂર કોઈ બીજી મહિલાને આપવું જોઈએ નહીં. માન્યતા અનુસાર આવું કરવાથી પતિનો પ્રેમ વહેંચાઈ જાય છે.

આજની ફેશનેબલ મહિલાઓ પોતાના સિંદૂરને સેંથામાં છુપાવે છે. પરંતુ, તેવું ભૂલથી પણ ન કરવું જોઈએ. એક પરિણીત સ્ત્રીએ સેંથામાં સિંદૂર સંતાડવું તે સારી આદત નથી. માન્યતા અનુસાર તેની ખરાબ અસર પતિ પર પડી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સૌભાગ્યવતી સ્ત્રીએ સેંથામાં સિંદૂર દેખાય તેવી રીતે લગાવવું જોઈએ. કહે છે કે સિંદૂર સંતાડવાથી પતિના માન-સન્માનમાં ઘટાડો થાય છે. એટલે, એવું ભૂલથી પણ ન કરવું.