Site icon Revoi.in

મધર્સ ડે 2021 : મારા દુઃખે દુઃખી અને મારા સુખે-સુખી એવી મમતા વાળી ‘માં ‘નો સન્માનનો દિવસ એટલે માતૃત્વ દિવસ – જાણો આ દિવસનો ઈતિહાસ

Social Share

આજે માતૃ દિન એટલે કે મધર્સ ડે છે. માતૃ દિન એટલે આપણા જીવનમાં માતાએ આપેલ ત્યાગ, બલિદાન અને પ્રેમને યાદ કરી માનું જાહેરમાં ઋણ સ્વીકારવાનો દિવસ. આમ તો દરેક સંબંધની પોતાની એક જુદી ઓળખ હોય છે પરંતુ મા અને બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે.  9 મહિના સુધી ગર્ભમાં રાખવા અને પ્રસવ પીડા સહન કર્યા પછી જ્યારે બાળકનો જન્મ થાય છે તો તે હર ક્ષણ મા માટે ખુશનુમા હોય છે. મા માટે કોઈપણ શબ્દ, લેખ કે ઉપાધિ ઓછી હશે. તેના પ્રેમ અને સમર્પણની આખુ જીવન સમર્પિત કરીને પણ ચુકવી નથી શકાતું.

“માં” વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે. પેલી કેહવત તો સાંભળી જ હશે કે, “માં તે માં બીજા બધા વગડાના વા”. આ કેહવતનો મતલબ એજ કે, માં નો પ્રેમ સૌથી અમૂલ્ય છે જેની તુલના કોઈ સાથે ના થઇ શકે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વ માતૃ દિવસ એટલે કે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મધર ડે ની ઉજવણી 9  મે 2021 ના રોજ કરવામાં આવી રહી છે.

મધર્સ ડે નો ઇતિહાસ

આ દિવસની શરૂઆત અમેરિકાથી થઈ હતી. આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના એના જાર્વિસને જાય છે. તેનો જન્મ અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં થયો હતો. એવું કહેવામાં આવે છે કે અમેરિકન કાર્યકર એના જાર્વિસ તેમની માતાને ખૂબ પ્રેમ કરતી હતી. જેના કારણે તેમણે ક્યારેય લગ્ન પણ કર્યા નહોતા

આ પછી એનાની માતાનું નિધન થઈ જતા એના અને તેના મિત્રોએ એક અભિયાન ચલાવ્યું હતું જેના પગલે મધર્સ ડે માટે નેશનલ હોલિડેની જાહેરાત થાય એ માટે લોકોએ સમર્થન આપ્યું હતું. તેમનો એવો દાવો હતો કે આ દિવસની ઉજવણીને કારણે માતા અને પરિવારના સંબંધો વધારે મજબૂત બનશે. આખરે 1914 માં અમેરિકન સંસદે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી, તે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉજવવામાં આવે છે.

મધર્સ ડેના દિવસે લોકો તેમની માતાને સન્માન અને આદર આપે છે. આ ઉપરાંત માતાને ગિફ્ટ આપવામાં આવે છે અને કેક કટીંગ પણ થાય છે. આ દિવસે માતા માટે કંઈક ખાસ આયોજન કરવામાં આવે છે. આમ તો દરેક દિવસ માતા માટે ખાસ જ હોય છે, પરંતુ આ દિવસ માતા માટેના પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ છે.